
બાળકો માટેની ઝાયડસ-કેડિલાની વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામા પહોંચી, ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી
- ભારતમાં બાળકોને ટૂંક સમયમાં મળી શકે છે વેક્સિન
- ઝાયડસ કેડિલાની વેક્સિન ટ્રાયલના ત્રીજા ચરણમાં પહોંચી
- ફર્મ એક સપ્તાહમાં ડ્રગ નિયામક પાસેથી ઇમરજન્સી ઉપયોગની પરવાનગી લઇ શકે છે
અમદાવાદ: કંપનીના ડિરેક્ટર પટેલે કહ્યું કે, “અમારી રસી બાળકો માટે વધુ ફાયદાકારક રહેશે. અત્યાર સુધી કરવામાં આવેલા પરીક્ષણોમાં કોઈ આડઅસર જોવા મળી નથી.”
સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થવાને આરે છે પરંતુ નિષ્ણાતોના મતે અત્યારે આપણે ત્રીજી લહેરનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કોરનાની ત્રીજી લહેર ખાસ કરીને બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે. આ વચ્ચે, અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા ગ્રૂપ 12 થી 18 વર્ષની વયના બાળકો પર કોરોનાની રસીનું પરીક્ષણ કરી રહ્યું છે.
ટૂંક સમયમાં તેની રસી માટે ઇમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલની મંજૂરી લઇ શકે છે. જો કેડિલાને આ પરીક્ષણ માટે મંજૂરી મળે છે, તો તે વિશ્વની પ્રથમ ડીએનએ-પ્લાઝમિડ કોવિડ રસી હશે. સૂત્રો અનુસાર, ફર્મ એક સપ્તાહમાં ડ્રગ નિયામક પાસેથી ઇમરજન્સી ઉપયોગની પરવાનગી લઇ શકે છે.
એક અધિકારી અનુસાર, કેડિલાની રસી બાળકો પર ચકાસાયેલ પરીક્ષણના ત્રીજા તબક્કામાં પહોંચી ગઇ ચે. કંપની ટૂંક સમયમાં તેની રસી માટે EUની માંગ કરી શકે છે. કંપની જૂન અને જુલાઇના અંત સુધીમાં તેની રસી માટે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મેળવવાની તૈયારી કરી રહી છે.
કંપનીના ડિરેક્ટર પટેલે જણાવ્યું હતું કે, અમારી રસી બાળકો માટે વધુ ફાયદાકારક હશે. અત્યારસુધી કરવામાં આવેલા પરીક્ષણોમાં કોઇ પણ પ્રકારની આડઅસર જોવા નથી મળી. આ રસીનો બીજો ફાયદો એ છે કે તેને ઇન્જેક્શનની જરૂર નથી હોતી.