1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત-ચીન વચ્ચે વધી શકે તણાવ, ચીને લદ્દાખ સરહદે સ્ટીલ્થ બોમ્બર લડાકૂ વિમાન એચ-20નું કર્યું પરીક્ષણ
ભારત-ચીન વચ્ચે વધી શકે તણાવ, ચીને લદ્દાખ સરહદે સ્ટીલ્થ બોમ્બર લડાકૂ વિમાન એચ-20નું કર્યું પરીક્ષણ

ભારત-ચીન વચ્ચે વધી શકે તણાવ, ચીને લદ્દાખ સરહદે સ્ટીલ્થ બોમ્બર લડાકૂ વિમાન એચ-20નું કર્યું પરીક્ષણ

0
Social Share
  • ભારત અને ચીન વચ્ચે તણાવ વધે તેવી સંભાવના
  • ચીને પોતાના લડાકૂ વિમાન એચ-20નું કર્યું પરીક્ષણ
  • ચીને પોતાના હોતાન એરબેઝથી લડાકૂ વિમાનું કર્યું પરીક્ષણ

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ફરીથી તણાવ વધે તેવી સંભાવના છે. ભારતની સરહદે ચીને સૌથી શક્તિશાળી સ્ટીલ્થ બોમ્બર લડાકૂ વિમાન એચ-20નું પરીક્ષણ કર્યું છે. આ લડાકૂ વિમાનોનું પરીક્ષણ ચીનના હોતાના એરબેઝથી થયું હતું અને લાઇન ઑફ એક્ચ્યુલ કંટ્રોલના આકાશને આ વિમાનોએ ધમરોળ્યું હતું.

ભારતની સીમાથી નજીક આવેલા હોતાન એરબેઝથી ચીને શિયાન એચ-20 સ્ટીલ્થ બોમ્બર લડાકૂ વિમાનોનું છેલ્લા તબક્કાની પરીક્ષણ શરૂ કર્યું છે. તેનાથી ભારત-ચીનની સરહદે આકાશ ગુંજી ઉઠ્યું હતું. ચીન એચ-6 પ્રકારના વિમાનોને રિપ્લેસ કરીને એચ-20 સ્ટીલ્થ બોમ્બર લડાકૂ વિમાનોને વાયુસેનામાં સમેલ કરશે.

સ્ટીલ્થ બોમ્બર પ્રકારના લડાકુ વિમાનો રડારમાં પકડાયા પહેલાં જ હુમલો કરવા સક્ષમ છે. ડિફેન્સ એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે ભારતે રફાલ વિમાનોને વાયુસેનામાં સામેલ કર્યા તે પછી ચીને એચ-૨૦નું પરીક્ષણ ઝડપી બનાવ્યું હતું. આઠમી જૂનથી ચીને પરીક્ષણ શરૃ કર્યું હતું અને આ પરીક્ષણ છેક ૨૨મી જૂને પૂરું થશે. ૨૨મી જૂને ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂરા થતાં હોવાથી એ દિવસે જ સ્ટીલ્થ લડાકુ વિમાન એચ-૨૦ને સૈન્યમાં સામેલ કરવાની જાહેરાત થાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.


આ સ્ટીલ્થ લડાકુ વિમાનો વધારે વજન વહન કરવા સક્ષમ છે અને વધારે અંતર સુધી હુમલો કરવા સક્ષમ છે. ચીન તેના એરબેઝ પરથી જો વિમાનની મદદથી હુમલો કરે તો એ અમેરિકાના હવાઈ સુધી હુમલો કરવા સક્ષમ હોવાનો દાવો થઈ રહ્યો છે. એટલે કે 8000થી 9૦૦૦ કિલોમીટરના અંતર સુધી હુમલો કરવાની ક્ષમતા આ વિમાનોમાં હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code