
પદ્મ વિભૂષણથી સન્માનિત પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું
- દેશના પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની વયે નિધન
- તેમના નિધન પર રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું
- સોલી સોરાબજીના નિધનથી આપણે ભારતની ન્યાયિક પ્રણાલીના એક આઇકનને ગુમાવ્યા: રાષ્ટ્રપતિ
નવી દિલ્હી: દેશના પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયું છે. તેઓનું 91 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા અનેક દિવસોથી તેઓ નાદુરસ્ત હતા. સોરાબજી કોરોના સંક્રમિત હતા કે નહીં તે અંગે હજુ કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પરિવાર તરફથી હજુ કોઇ નિવેદન સામે આવ્યું નથી.
In the passing of Soli Sorabji, we lost an icon of India's legal system. He was among the select few who deeply influenced evolution of constitutional law & justice system. Awarded with Padma Vibhushan, he was among most eminent jurists. My condolences to his family & associates.
— President of India (@rashtrapatibhvn) April 30, 2021
તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેઓએ દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે, સોલી સોરાબજીના નિધનથી આપણે ભારતની ન્યાયિક પ્રણાલીના એક આઇકનને ગુમાવી દીધા. તેઓ એવા વ્યક્તિ હતા જેઓએ બંધારણીય કાયદા તેમજ ન્યાય પ્રણાલીના વિકાસને ઊંડાણથી પ્રભાવિત કર્યું હતું. પદ્મ વિભૂષણથી સન્માનિત તેઓ સૌથી પ્રખ્યાત ન્યાયવિદો પૈકી એક હતા. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.
તે ઉપરાંત પીએમ મોદીએ પણ ટ્વીટ મારફતે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તે ઉપરાંત વડાપ્રધાને સોલી સોરાબજીએ આપેલા મહત્વપૂર્ણ યોગદાનને પણ યાદ કર્યું છે.
પદ્મ વિભૂષણથી સન્માનિત પ્રતિભા
સોલી સોરાબજીની કારકિર્દી પર નજર કરીએ તો તેઓ બે વાર દેશના એટોર્ની જનરલ રહી ચૂક્યા છે. પ્રથમવાર વર્ષ 1989થી 1990 અને પછી વર્ષ 1998થી 2004 સુધી. તેમનો જન્મ વર્ષ 1930માં બોમ્બેમાં થયો હતો. તેઓએ વર્ષ 1953થી બોમ્બે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. ત્યારબાદ વર્ષ 1971માં બોમ્બે હાઇકોર્ટમાં સીનિયર એડવોકેટ તરીકે ડેજિગ્નેટેડ થયા અને લગભગ 7 દશકા સુધી કાયદાકીય વ્યવસાયમાં સક્રિય રહ્યા હતા. તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.
(સંકેત)