તહેવારોની મોસમ દરમિયાન કોરોનાની ત્રીજી લહેરના એંધાણ, ICMRએ મુસાફરી સંબંધિત સૂચનો કર્યા
- તહેવારોની મોસમ દરમિયાન કોવિડના થર્ડ વેવના એંધાણ
- આ અંગે ICMRએ મુસાફરો માટે જરૂરી પગલાંના કર્યા સૂચનો
- કેટલાક પ્રકારના લક્ષણો ધરાવતા લોકોએ મુસાફરી ટાળવી
નવી દિલ્હી: તહેવારોની સીઝન દરમિયાન કોરોનાના થર્ડ વેવના ભણકારા છે ત્યારે હવે થર્ડ વેવની સંભાવના વચ્ચે, ICMRએ મુસાફરી સંબંધિત જોખમોને ઘટાડવા માટે દેશના હરવા ફરવાના સ્થળ અને રાજ્યો માટે ઘણા પગલાંનું સૂચન કર્યું છે.
ICMR એ સંભાવના વ્યક્ત કરી હતી કે, ભારતમાં હજુ પણ ત્રીજી લહેરની સંભાવના છે, તેમાં સામેલ જોખમોને ઓળખવા અને ઘટાડવા ખૂબ જટિલ છે. મુલાકાતીઓ, રહેવાસીઓ અને સ્થાનિક અધિકારીઓ વચ્ચે જવાબદારીની સહિયારી ભાવનાથી જ સમગ્ર રીતે દેસના કલ્યાણની રક્ષા તરફ આગળ વધશે.
ICMRના ટોચના વૈજ્ઞાનિકોના અભ્યાસ અનુસાર, તહેવારોની મોસમ દરમિયાન થર્ડ-વેવ 47 ટકા સુધી વધી શકે છે અને બે સપ્તાહ પહેલા આવી શકે છે. આ અભ્યાસ એવા દૃશ્યને દર્શાવે છે જ્યાં ભારતમાં વસતી ગીચતા યુએસએ કરતા ટ્રાન્સમિશન પર વધુ મજબૂત અસર કરે છે.
ICMRએ સંભંવિત જોખમોને ટાળવા સૂચનો કર્યા છે કે, સૂકી ઉધરસ અને સ્વાદ અને ગંધના લક્ષણો હોય તેવા મુસાફરોએ મુસાફરી ના કરવી જોઇએ. રાજ્યમાં હરવા ફરવાના સ્થળો પર રહેવા માટે સંપૂર્ણ રસીકરણના પુરાવા અથવા તાજેતરના કોવિડ નેગેટિવ પરીક્ષણની જરૂર પડી શકે છે.
તમામ મુસાફરોએ આગમન પર તેમની સંપર્ક વિગતો પણ નોંધાવવી જોઈએ, જેથી ચેપમાં કોઈ ઉછાળો આવે તો કોન્ટેક્ટ ટ્રેસિંગની સુવિધા મળે. મુલાકાત લેતી વખતે, મુસાફરોને માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતર સહિત COVID બિહેવિયરનું પાલન કરવાની સલાહ આપવી જોઈએ.