1. Home
  2. ગુજરાતી
  3. તમારા દાગીનામાં જડેલા હીરા અસલી છે કે નકલી? આ રીતે ઘરે જ ચેક કરો
તમારા દાગીનામાં જડેલા હીરા અસલી છે કે નકલી? આ રીતે ઘરે જ ચેક કરો

તમારા દાગીનામાં જડેલા હીરા અસલી છે કે નકલી? આ રીતે ઘરે જ ચેક કરો

0
Social Share
  • તમે પણ જો દાગીનાની ખરીદી કરતી વખતે છેતરાયા હોય તો આ જરૂર વાંચો
  • દાગીનામાં રહેલા હીરા અસલી છે કે નકલી એ તમે ઘરે જ ચેક કરી શકો છો
  • અહીંયા અમે દર્શાવેલી રીતથી તમે ઘરે હીરાની અસલી કે નકલી હોવાની ચકાસણી કરી શકો છો

અમદાવાદ: આપણી આસપાસ ઘણીવાર નકલી દાગીનાના વેચાણ કે લોકો સાથે દાગીના ખરીદતી વખતે થયેલી છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, આવા અનેક કિસ્સાઓ બાદ આપણને પણ મનમાં એ સવાલ થાય છે કે શું દાગીના કે ડાયમંડનું ચેકિંગ થઇ શકે, શું તેના અસલી કે નકલી હોવાની ખબર પડી શકે? તો હા આ સવાલનો જવાબ છે હા. તો આજે અમે તમને જણાવીશું કે કઇ રીતે અસલી-નકલી ડાયમંડની ઓળખ કરી શકાય છે.

ડાયમંડ જ્વેલરી ખરીદતા પહેલા ચાર સી રાખો ધ્યાનમાં

ડાયમંડની જ્વેલરી ખરીદવા સમયે 4-સી એટલે કે કટ, ક્લૈરિટી, કેરેટ અને કલરનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. તેમજ ઓથેન્ટિસીટી સર્ટિફિકેટ પણ ચેક કરી લેવું જોઇએ.
આ સર્ટિફિકેટ પર સ્ટેમ્પ અને સિગ્નેચર હોવા આવશ્યક છે. IIB અને GIA સર્ટિફિકેટ બહુ જ મહત્વનું ગણાય છે. વગર બિલે કોઇ જ્વેલરી ના ખરીદવી. ડાયમંડની વિશ્વસનિયતાની તપાસ પણ કરાવી લેવી. IIG, GIA કે સરકારી લેબમાં તેનું ટેસ્ટિંગ થઇ શકે છે. ઓનલાઇન જ્વેલરી ખરીદતી વખતે સર્ટિફિકેટ અને કિંમત પર જરૂર ધ્યાન આપો.
ઘરે ડાયમંડની આ રીતે કરી શકો છો ચકાસણી

હીરાની આ રીતે ઘરે કરો ચકાસણી

ઘરે ડાયમંડની ચકાસણી તમે જાતે જ કરી શકો છો. તે માટે તમારે હીરાને તમારા મોઢાની સામે લાવવો અને મોઢામાંથી વાફ કાઢો. જેમ તમે ક્યારેક ચશ્માના ગ્લાસ સાફ કરવા માટે કરો છો તેમ. જો હીરા પર વાફ જામી જાય તો સમજો કે હીરો નકલી છે અને જો વાફ મોઈશ્ચરાઈરમાં બદલાઇ જાય તો સમજો કે હીરો અસલી છે.

હીરાની ચકાસણીની બીજી રીત

હીરાની ચકાસણીની બીજી રીત વિશે સમજીએ તો હીરાના ખૂણાને આરપાર જુઓ. જો ઇન્દ્રધનુષની જેમ અલગ અલગ રંગો દેખાત તો હીરો અસલી છે. પણ જો કોઇ રંગ ના દેખાય અને માત્ર સફેદી જ દેખાય તો સમજી લો કે હીરો નથી. પણ નકલી પત્થર છે.

હીરાને પારખવાની ત્રીજી રીતમાં હીરાને પાણીમાં નાખો અને જો તે ડૂબી જાય તો અસલી. અને જો તરવા લાગી જાય તો નકલી. પત્થરને એક પાણીના ગ્લાસમાં નાખીને જુઓ અને જુઓ કે તે નીચે ડૂબે છે કે નહીં. પોતાના ઉચ્ચ ધનત્વને કારણે, એક અસલી હીરો ડૂબી જશે. એક નકલી હીરો નીચેની સપાટી પર કે ગ્લાસનમાં મધ્યમાં રહેશે.

હીરો રોશનીનો બહુ જ સારો પરાવર્તક હોય છે. એટલે કે તે પ્રકાશને રિફલેક્ટ કરે છે. એક ન્યૂઝપેપરને લો અને હીરાની આરપાસ તેને વાંચવાનો પ્રયાસ કરોય જો શબ્દો વાંચી શકો છો, તો હીરો નકલી છે. અને જો કંઈ ન દેખાય તો હીરો સો ટકા અસલી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code