1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં પૂર ઝડપે વોલ્વો કારે પાંચ વાહનોને અડફેટે લીધા, લોકોએ કારચાલકને ફટકાર્યો
રાજકોટમાં પૂર ઝડપે વોલ્વો કારે પાંચ વાહનોને અડફેટે લીધા, લોકોએ કારચાલકને ફટકાર્યો

રાજકોટમાં પૂર ઝડપે વોલ્વો કારે પાંચ વાહનોને અડફેટે લીધા, લોકોએ કારચાલકને ફટકાર્યો

0
Social Share

રાજકોટ, 13 મે 2026: A speeding Volvo car hit five vehicles  શહેરના ટ્રાફિકથી સતત વ્યસ્ત એવા 150 ફુટ રિંગ રોડ પર આજે બપોરના ટાણે એક નબીરાએ  બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી પાંચ વાહનોને અડફેટે લેતા પાંચ લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને ગુસ્સે ભરાયેલા લોકોએ વોલ્વો કારચાલક નબીરાને ફટકારીને લોહીલુહાણ કરી નાખ્યો હતો. 150 ફૂટ રીંગ રોડ પર સર્જાયેલા અકસ્માતના સીસીટીવીના કૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરના 150 ફુટ રિંગ રોડ પર આજે બપોરે એક બિલ્ડરનો પૂત્ર ધવલ પીપળિયાએ પોતાની વોલ્વો કાર પૂરપાટ ઝડપે દોડાવીને પાંચ વાહનોને અડફેટે લીધા હતા.જેમાં 5 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર કાર ચાલક ચિક્કાર નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. લોકોના ટોળાંએ કારચાલકને બહાર કાઢી બેફામ માર માર્યો હતો જેથી તેને પણ ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફત ખસેડવામાં આવ્યો છે.

પોલીસ તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર કાર ચાલક ધવલ મહેશભાઈ પીપળીયા હોવાનું સામે આવ્યું છે અને તે પોતે નાનામવા રોડ પર આવેલ શ્રી રાજ રેસીડેન્સીમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે. ધવલના પિતા મહેશભાઈ પીપળીયા બિલ્ડર હોવાનું સામે આવ્યું છે આજે બપોરના સમયે તે પોતાની બાંધકામ સાઈટ પર જઇ રહ્યો હતો ત્યારે નાના મવા સર્કલથી વળાંક લઇ પોતે બાલાજી હોલ ચોક પાસે પહોંચતા સુધી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મારુતિ અલ્ટો કાર નંબર જીજે.03.ડીજી.8591, મારુતિ સુઝુકી સ્વીફ્ટ કાર નંબર જીજે.03.સીઆર.4644, હ્યુન્ડાઇ કંપનીની ઓરા કાર નંબર જીજે.03.એનબી.6567, મહિન્દ્રા કંપનીની XUV 7OO જીજે.03.પીએમ.4912 અને એક હોન્ડા સાઈન જીજે.03.ઇએચ.7163 ને નુકશાન પહોંચ્યું હતું.

રાજકોટ માલવિયા નગર પોલીસે કારચાલક ધવલ મહેશભાઈ પીપળીયાના બ્લડ સેમ્પલ લેવડાવી નશો કર્યો છે કેમ તે અંગે ખરાઈ કરવા તજવીજ હાથ ધરી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કારચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત BRTS રેલિંગને પણ નુકશાન પહોચાડ્યું હોવાથી પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરવા બદલ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code