તાલિબાનને લઇને ભારતની વેટ એન્ડ વોચ નીતિ, ભારત કાબુલની ફ્લાઇટ શરૂ કરશે નહીં
- ભારત હજુ કાબુલની ફ્લાઇટ ચાલુ કરશે નહીં
 - તાલિબાન સાથેના સંબંધોને લઇને ભારતે વેટ એન્ડ વોચની નીતિ અપનાવી
 - તાલિબાનના પત્ર પર DGCAએ કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી
 
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર હવે સમગ્ર વિશ્વના અનેક દેશોને પત્ર લખીને કમર્શિયલ ફ્લાઇટ શરૂ કરવાની માગણી કરી રહી છે. તાલિબાન સરકારે ભારતને પણ આવી જ ભલામણ કરી હતી. જો કે હાલમાં ભારતે આ મુદ્દે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી છે. ભારતે કોઇ જવાબ આપ્યો નથી. હાલ DGCA એ કાબુલ માટે કમર્શિયલ ફ્લાઇટ ના ચલાવવાનો નિર્ણય કર્યો છે કેમ કે ભારતે વેટ એન્ડ વોચની નીતિ અપનાવી છે.
આપને જણાવી દઇએ કે 15 ઑગસ્ટે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ સમગ્ર દેશ પર કબ્જો કરી લીધો હતો. આ સાથે જ સમગ્ર વિશ્વમાંથી અફઘાનિસ્તાનનો રાજદ્વારી સંપર્ક કપાઇ ગયો. જો કે કેટલાક દેશો પોતાના દૂતાવાસોને અફઘાનિસ્તાનમાં ચલાવી રહ્યા હતા પરંતુ હવાઇ માર્ગના માધ્યમથી અફઘાનિસ્તાનનો સમગ્ર વિશ્વથી સંપર્ક તૂટી ગયો હતો.
આ વચ્ચે કાબુલ એરપોર્ટ પર થયેલા બોમ્બ વિસ્ફોટને કારણે રન વેથી લઇને હેંગર તેમજ એર ટ્રાફિક કંટ્રોલ રૂમ સહિત એરપોર્ટનો મોટા ભાગનો વિસ્તાર ધ્વસ્ત થઇ ગયો હતો. અફઘાનિસ્તાનના સિવિલ એવિએશન વિભાગ અનુસાર તુર્કી અને કતારના એરપોર્ટ વિશેષજ્ઞોએ સમગ્ર એરપોર્ટને બનાવીને તૈયાર કરી દીધા છે.
નોંધનીય છે કે, આ સમયમાં અફઘાનિસ્તાને ભારતના ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશનને પણ પત્ર લખીને કાબુલની કમર્શિયલ ફ્લાઈટ શરૂ કરવાની ભલામણ કરી પરંતુ તાલિબાનની આ ભલામણ પર હાલ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

