1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અનિલ દેશમુખ પ્રકરણમાં CBIના 12 જગ્યાએ દરોડા, અનેક દસ્તાવેજો કર્યા જપ્ત
અનિલ દેશમુખ પ્રકરણમાં CBIના 12 જગ્યાએ દરોડા, અનેક દસ્તાવેજો કર્યા જપ્ત

અનિલ દેશમુખ પ્રકરણમાં CBIના 12 જગ્યાએ દરોડા, અનેક દસ્તાવેજો કર્યા જપ્ત

0
Social Share
  • અનિલ દેશમુખ પ્રકરણમાં CBIએ 12 જગ્યાએ દરોડા પાડ્યા
  • બે પોલીસ અધિકારીના ઘરે પણ દરોડા પાડ્યા
  • આ કેસથી જોડાયેલા ઘણાં મહત્વનાં દસ્તાવેજો હાથ લાગ્યા

નવી દિલ્હી: અનિલ દેશમુખ પ્રકરણમાં નવા નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. હાલમાં CBI આ કેસની તપાસ કરી રહી છે. 100 કરોડના વસૂલાત પ્રકરણમાં CBIએ અનિલ દેશમુખ કેસના 12 જગ્યાઓ પર દરોડા પાડ્યાં છે. સૂત્રો અનુસાર, અહેમદનગર અને મુંબઇમાં ડીસીપી રાજુ ભુજબલ તેમજ પુણે અને મુંબઇમાં ACP સંજય પાટિલના ઘરે રેડ કરાઇ છે.

સૂત્રો અનુસાર, આ રિકવરી કેસમાં CBIની તપાસ ચાલી રહી છે. CBIએ ગઇકાલે પાડેલા દરોડાની કાર્યવાહી આજે પણ ચાલુ રાખી છે.

સીબીઆઈએ ડીસીપી રાજુ ભુજબલના અહમદ નગરના ઠેકાણાં પર પણ દરોડા પાડ્યા હતા. પુણેમાં એસીપી સંજય પાટિલના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

CBIની ટીમે નાસિક, સાંગલી, અહેમદ નગર, થાણે અને પુણે સહિત 12 સ્થળોએ સતત બીજા દિવસે દરોડાની કાર્યવાહી ચાલુ રાખી છે. ગઇકાલે CBIએ 12 સ્થળોએ તપાસ કરી હતી. દરોડા દરમિયાન CBIને આ કેસથી જોડાયેલા ઘણાં મહત્વનાં દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા હાથ લાગ્યાં છે.

આ દરમિયાન, મુંબઇ-થાણેના આ વસુલાત  કેસમાં પરમબીરની નજીક ગણાતા પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં બે ડીસીપી, બે એસપી અને એક મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના નામનો ઉલ્લેખ  છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code