
- બ્લેક ફંગસના કેસમાં થઇ રહ્યો છે વધારો
- યોગગુરુ બાબા રામદેવે કર્યો દાવો
- રામદેવે દાવો કર્યો કે, 1 સપ્તાહની અંદર બ્લેક ફંગસની દવા આવી જશે
નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની વચ્ચે હવે બ્લેક ફંગસના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે યોગગુર બાબા રામદેવે દાવો કર્યો છે કે તેઓ જલ્દી બ્લેક ફંગસની દવાને લઇને આવવાના છે.
એક ચેનલના કાર્યક્રમમાં વાતચીત દરમિયાન યોગગુરુ બાબા રામદેવે આ દાવો કર્યો છે. તેમના નિવેદનને લઇને ઉઠેલા વિવાદના મુદ્દા પર વાતચીત દરમિયાન કહ્યું હતું કે, હું મારા કામથી મોઢું નથી ફેરવતો.
રામદેવે વધુમાં ઉમેર્યું હતું કે, તમામ વિવાદો છતાં 18 કલાકની સેવા કરી રહ્યો છું અને બહું જલ્દી એક સપ્તાહની અંદર બ્લેક ફંગસ, યલો ફંગસ અને વ્હાઇટ ફંગસની સારવાર આયુર્વેદથી આપવાનો છું. કામ થઇ ચૂક્યું છે અન પ્રક્રિયા ફાઇનલ સ્ટેજમાં છે. અમે અત્યારે પણ ફંગસની દવા બનાવી રહ્યાં છીએ. રામદેવે IMA પર આરોપ લગાવ્યા હતા કે, IMA કોઇ સાઇન્ટિફિક વેલિડેશનની બોર્ડી નથી કે ન તો તેમની પાસે કોઇ લેબ છે. તે માત્ર એક NGO છે.
પોતાના નિવેદન પર જવાબ આપતા રામદેવે કહ્યું હતું કે, આયુર્વેદ અને યોગનો અનાદર થયો છે. IMA બલ્બને, પેન્ટને અને સાબુને વારંવાર પ્રમાણિત કરવાનું કામ કરી રહ્યા છે. જ્યારે કોરોનિલને અપ્રમાણિત કહીને આયુર્વેદની મજાક ઉડાવે છે.
મહત્વનું છે કે કોરોનાના રસીકરણ અને એલોપેથીને લઈને આપવામાં આવેલા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમની વિરુદ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ તેજ કરવાનું એલાન કર્યુ છે.