1. Home
  2. ગુજરાતી
  3. ‘મન કી બાત’: આજે ડિજીટલ ટ્રાન્ઝેક્શનથી અર્થતંત્રમાં સ્વચ્છતા આવી રહી છે: PM મોદી
‘મન કી બાત’: આજે ડિજીટલ ટ્રાન્ઝેક્શનથી અર્થતંત્રમાં સ્વચ્છતા આવી રહી છે: PM મોદી

‘મન કી બાત’: આજે ડિજીટલ ટ્રાન્ઝેક્શનથી અર્થતંત્રમાં સ્વચ્છતા આવી રહી છે: PM મોદી

0
Social Share
  • પીએમ મોદીએ મન કી બાતના 81મા એપિસોડને સંબોધિત કર્યો
  • આ દરમિયાન નદીના મહત્વ, ડિજીટલ ટ્રાન્ઝેક્શન અંગે ચર્ચા કરી
  • ખાદી અને હેન્ડલૂમના વધતા વેચાણ પર પણ વાત કરી

નવી દિલ્હી: મન કી બાતના 81મા એપિસોડ મારફતે પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો.

આજે વર્લ્ડ રિવર ડે હોવાથી પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન નદીઓના મહત્વ અંગે કહ્યું હતું કે, નદી આપણા માટે જીવંત એકમ છે અને તેટલે તો આપણે નદીઓને માતા કહીએ છીએ. આપણા મોટા ભાગના તહેવારો નદીની ગોદમાં જ થતા હોય છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વરસાદની સિઝન બાદ બિહાર અને પૂર્વમાં છઠ્ઠ પર્વ મનાવાય છે અને મને આશા છે કે, નદીઓના કિનારા પર ઘાટો પર તેના માટે સફાઇ શરૂ થઇ ગઇ હશે. નદીઓના મહત્વની વાત છે તો સવાલ એ છે કે નદીઓ દૂષિત કેમ થઇ રહી છે. જો કે મારે કહેવું છે કે, સરકારે નમામી ગંગે અભિયાન એટલા માટે જ શરૂ કર્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આપણે એ સ્વાતંત્ર્ય સનાનીઓને પણ ચર્ચામાં લાવવાને છે જેમના અંગે ક્યારેય કોઇ ચર્ચા થઇ નથી.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણે સ્વચ્છતા થકી ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપવાની જરુર છે. તેમણે સ્વચ્છતાને સ્વાધીનતા સાથે જોડીને તેનુ મહત્વ સમજાવ્યુ હતુ.આ પ્રકારનુ આંદોલન પેઢી દર પેઢી ચાલુ રહેવુ જોઈએ.

આર્થિક સ્વચ્છતા અંગે કહ્યુ હતું કે, એ વાત સાચી છે કે, આર્થિક સ્વચ્છતામાં ટેક્નોલોજી મદદ કરી શકે છે. આજે ગામડાઓમાં પણ ડિજીટલ ટ્રાન્ઝેક્શન થઇ રહ્યાં છે તે આનંદની વાત છે. એક મહિનામાં 355 કરોડ આવા ટ્રાનઝેક્શન થયા છે. દેશમાં 6 લાખ કરોડ રૂપિયાનું પેમેન્ટ ડિજીટલ સ્વરૂપે થાય છે. જે અર્થતંત્રમાં સ્વચ્છતા લાવવામાં મદદરૂપ બની રહ્યું છે.

હવે ખાદી તેમજ હેન્ડલૂમનું ઉત્પાદન તેમજ વેચાણ વધી રહ્યું છે જે ખુશીની વાત છે. દેશના લોકોને અપીલ છે કે, 2 ઑક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ખરીદીનો નવો રેકોર્ડ બનાવો અને સાથે જ દિવાળીના તહેવારમાં પણ ખાદી અને હેન્ડલૂમના વસ્તોર પહેરીને વોકલ ફોર લોકલ અભિયાનને મજબૂત બનવવા હાકલ કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code