1. Home
  2. ગુજરાતી
  3. વિજયાદશમી ઉત્સવ: RSS પ્રમુખ ડૉ મોહન ભાગવતનું ઉદ્દબોધન, કહ્યું – નિર્ભય બનીને હિંદુ સમાજનું નિર્માણ કરવું પડશે
વિજયાદશમી ઉત્સવ: RSS પ્રમુખ ડૉ મોહન ભાગવતનું ઉદ્દબોધન, કહ્યું – નિર્ભય બનીને હિંદુ સમાજનું નિર્માણ કરવું પડશે

વિજયાદશમી ઉત્સવ: RSS પ્રમુખ ડૉ મોહન ભાગવતનું ઉદ્દબોધન, કહ્યું – નિર્ભય બનીને હિંદુ સમાજનું નિર્માણ કરવું પડશે

0
Social Share
  • આજે વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવની ઉજવણી
  • આ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા
  • સીમા સુરક્ષા વધુ ચોકસાઈયુક્ત હોવી જોઈએ: ડૉ. મોહન ભાગવત

અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ શુક્રવારે પોતાનો 96માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આજે વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવની નાગપુરના રેશિમ બાગ ખાતે ઉજવણી થઇ હતી. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચલાક ડૉ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવતે વિભાજનથી લઇને હિંજુ સમાજનું નિર્માણ, સામાજીક સમરસતા, OTT પ્લેટફોર્મ પર નિયંત્રણ, સ્વાધીનતા, સીમાક્ષેત્રે સુરક્ષા, તાલિબાન, પાકિસ્તાન સહિતના મુદ્દાઓ પર ઉદ્દબોધન કર્યું હતું.

વાંચો કાર્યક્રમની અપડેટ્સ

RSS પ્રમુખ ડૉ મોહન ભાગવતનું ઉદ્દબોધન

આ વર્ષ આપણી સ્વતંત્રતાનું 75મું વર્ષ છે. 15 ઑગસ્ટ, 1947ના રોજ આપણે સ્વતંત્ર થયા. દેશના આગળ ચલાવવા સૂત્રોને સ્વયં હાથમાં લીધા. સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ આપણી યાત્રાનું પ્રારંભ બિંદુ હતું. આપણને આ સ્વાધીનતા માત્ર એક રાતમાં નથી મળી.

મોહન ભાગવતે, વસ્તી નિયંત્રણની તરફેણ કરતા કહ્યુ કે જનસંખ્યા પોલીસી હોવી જોઈએ, તેમજ અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈને તાલિબાન વિશે પણ ટીપ્પણી કરી છે. પોતાના સંબોધનમા તાલિબાનથી સાવધાન રહેવાનુ જણાવ્યુ છે.

તાલિબાન વિશે વધુ વાત કરતાં તેને જણાવ્યુ હતું કે પાકિસ્તાન (Pakistan )અને ચીન (china) તેમની સાથે છે. તાલિબાન બદલાયુ હશે પણ પાકિસ્તાન બદલાયુ છે ખરુ?  ચીન બદલાયુ છે ખરુ?  આપણે સાવધાની રાખવી જોઈએ, સીમા સુરક્ષા વધુ ચોકસાઈયુક્ત હોવી જોઈએ.

સ્વતંત્રત ભારત માટેનું ચિત્ર, ભારતીય પરંપરા અનુસાર મનમાં ગ્રહણ કરીને દેશના દરેક ક્ષેત્રોથી દરેક જાતિવર્ગોથી સામે આવેલા વીરોએ તપસ્યા, ત્યાગ અને બલિદાનના હિમાલય ઉભા કર્યા.

સમાજની આત્મીયતા અને સમતા આધારિત રચના ઇચ્છતા લોકોએ પ્રયાસ કરવા પડશે. સામાજીક સમરસતાના માહોલનું નિર્માણ કરવાનું કાર્ય સંઘના સ્વયંસેવકો કરે છે. સંઘના સ્વયંસેવકો સામાજીક સમરસતા ગતિવિધિઓના માધ્યમથી આ કાર્ય કરી રહ્યાં છે.

આપણે મત, પંથ, જાતિ, ભાષા, પ્રાંત જેવી ઓળખના સંકુચિત અહંકારને આપણે ભૂલવું પડશે.

હિંદુ મંદિરોનું સંચાલન હિંદુ ભક્તો દ્વારા જ થાય તેમજ હિંદુ મંદિરોની સંપત્તિનો વિનિયોગ ભગવાનની પૂજા અને હિંદુ સમાજની સેવા તથા કલ્યાણ અર્થે થાય. તે પણ ઉચિત તથા આવશ્યક છે.

આપણા સમાન પૂર્વજોમાં આપણા આદર્શ છે. આ વાતની સમજને કારણે જ આ દેશમાં હસનખા મેવાતી, હાકિમખાન સૂરી, ખુદાબખ્શ તથા ગૌસખા જેવા વીર, અશફાક ઉલ્લા ખાન જેવા ક્રાંતિકારીઓ જોવા મળ્યા. તે દરેક માટે અનુકરણીય છે.

આજે ખુદને હિંદુ માનતા દરેક લોકોનું કર્તવ્ય છે કે તે પોતાના વ્યક્તિગત, પારિવારિક, સામાજીક જીવન તેમજ આજીવિકાના ક્ષેત્રમાં આચરણથી હિંદુ સમાજ જીવનનું ઉત્તમ સ્વરૂપ નિર્માણ કરીએ.

દુર્બળતા જ કાયરતાને જન્મ આપે છે. દરેક પ્રકારના ભયથી મુક્ત થવું પડશે. શક્તિશાળી, શીલ, જ્ઞાન અને સંગઠિત સમાજને જ વિશ્વ સાંભળે છે. સત્ય અને શાંતિ પણ શક્તિના આધાર પર જ ચાલે છે.

જુઓ RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવતના ઉદ્દબોધનનો વીડિયો

નિર્ભય બનીને, ના કોઇનો ભય એ રીતે હિંદુ સમાજનું નિર્માણ કરવું પડશે. જાગરૂક, સંગઠિત, બળથી સંપન્ન અને સક્રિય સમાજ જ દરેક સમસ્યાઓનું નિરાકરણ છે.

બહારથી આવનારા દરેક સંપ્રદાયોને માનવા સહિત ભારતીયો સહિત દરેકે માનવું, સમજવું પડશે કે આપણી આધ્યાત્મિક માન્યતા અને પૂજા પદ્વતિના વિશિષ્ટતાથી અન્ય દરેક પ્રકારથી આપણે એક સનાતન રાષ્ટ્ર, એક સમાજ, એક સંસ્કૃતિમાં ભણનાર અને પ્રગતિના માર્ગે આગળ વધેલા પૂર્વજોના વંશજ છીએ.

OTT પ્લેટફોર્મ પર કોઇ નિયંત્રણ નથી. નિયંત્રણ વગરની વ્યવસ્થા સમાજમાં અરાજકતા પેદા કરવાનું કામ કરે છે. આ દરેક પર સંયુક્તપમણે કામ કરવાની આવશ્યકતા છે.

પર્યાવરણને જીતવાની નહીં તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. બને તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ બંધ કરવો જોઇએ.

સ્વતંત્રતામાં સ્વ શું છે તે ખબર નથી. સ્વને ભૂલી ગયા તો સ્વજનોને પણ ભૂલી ગયા. આંતરભેદ વધ્યો. પારસ્પરિક સંઘર્ષ વધ્યો. આંતરવર્ગીય ભેદ પણ વધતો ગયો જેને કારણે સ્વ જ ગુમાવી બેસ્યા. શત્રૂતા અને અલગાવવાદને કારણે દેશનું વિભાજન થયું તેનું પુનરાવર્તન ના થાય તે આવશ્યક છે.

દેશમાં એકાત્મકતા અને અંખડિતતા માટે ભેદરહિત સમાજ હોવું જરૂરી છે. સ્વજનો પ્રત્યે આત્મીયતાનો વ્યવહાર જરૂરી છે.

આ પ્રસંગે ભાગવતે ડો.કેશવ બલિરામ હેડગેવાર અને માધવ સદાશિવ ગોલવલકરને પુષ્પાંજલિ પણ આપી હતી.

આ બાદ તેઓએ શસ્ત્રપૂજન કર્યું હતું.

નોંધનીય છે કે, આ વખતે કોવિડની ગાઇડલાઇન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 200 લોકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1925માં વિજયાદશમીના રોજ સંઘની સ્થાપના થઇ હતી. આ દિવસે સંઘની શાખાઓ ખાતે સ્વયંસેવક શક્તિના મહત્વને યાદ રાખવા માટે પ્રતિકાત્મક રૂપથી શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. દેશભરની અનેક શાખાઓમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code