1. Home
  2. ગુજરાતી
  3. હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના ઉપક્રમે ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમનું આયોજન
હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના ઉપક્રમે ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમનું આયોજન

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના ઉપક્રમે ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમનું આયોજન

0
Social Share
  • પ્રકૃતિ માતા તેમજ પૃથ્વી માતા પ્રત્યે આદરભાવ દર્શાવવા માટે અનોખી પહેલ
  • આગામી રવિવારે હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF), પર્યાવરણ સરંક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમનું આયોજન
  • સવારે 10 થી 11 કલાક દરમિયાન દેશના 5000થી વધારે કેન્દ્રો તથા વૈશ્વિક સ્તરે 25થી વધારે દેશોમાં કાર્યક્રમ યોજાશે

અમદાવાદ: હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF), પર્યાવરણ સરંક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે ‘પ્રકૃતિ વંદન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 29મી ઑગસ્ટ, 2021ના રોજ સવારે 10 થી 11 કલાક દરમિયાન દેશના 5000થી વધારે કેન્દ્રો તથા વૈશ્વિક સ્તરે 25થી વધારે દેશોમાં પ્રકૃતિમાતા પ્રત્યે શ્રદ્વા પ્રદર્શિત કરવાના હેતુસર આ કાર્યક્રમ યોજાશે. આ અનોખા કાર્યક્રમમાં 5 કરોડથી વધુ નાગરિકો જોડાય તેવી અપેક્ષા રખાઇ રહી છે. તે તેમના ઘરેથી ભાગ લેવાનો અપ્રત્યક્ષ કાર્યક્રમ બનશે. પ્રકૃતિ માતા તેમજ પૃથ્વી માતા પ્રત્યે આદરભાવ દર્શાવવા માટે આ પહેલ છે.

ગુજરાત રાજ્યનો મુખ્ય કાર્યક્રમ જે. જી. ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ ખાતે યોજાનાર છે. જેમાં વિશેષ અતિથિ તરીકે જાણીતા પર્યાવરણવિદ પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ ઉપસ્થિત રહેવાના છે. તે ઉપરાંત પ્રકૃતિ વંદનના રાષ્ટ્રીય સંયોજક ભાગ્યેશભાઈ ઝા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાતના કાર્યવાહ શૈલેષભાઇ પટેલ પણ હાજર રહેનાર છે.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફેસબુક પેજ HSSFgujarat તેમજ યૂટ્યૂબ પેજ HSSF Gujarat જેવા સોશિયલ મીડિયા મધ્યમથી થશે.

HSSFની સ્થાપનાનો ઉદેશ્ય  “આત્મનો મોક્ષાર્થ જગત હિતા ચ”એટલે કે ઋગ્વેદમાં જણાવ્યા પ્રમાણે “પ્રાણીઓની સેવા એ- સજીવ અને નિર્જીવ- મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે”. તેના દ્વારા સનાતન ધર્મ’ના મુખ્ય ચાર સ્તંભ- પરિવાર,સમાજ, રાષ્ટ્ર અને માનવતા માટે જીવનમૂલ્યોને સમજવું મહત્વપૂર્ણ છે. HSSF દ્વારા જીવન મુલ્યોને છ મૂળભૂત વિષયમાં વ્યાખ્યાયિત કર્યા છે:

(૧) વન અને વન્યજીવોનું  સંરક્ષણ; (૨) જીવસૃષ્ટિ  સંતુલન; (૩) પર્યાવરણ સંરક્ષણ; (4) માનવીય અને પારિવારિક મૂલ્યોનું જતન;

(5) નારી સન્માનને પ્રોત્સાહન; (૬) રાષ્ટ્રભક્તિ જાગરણ.

પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ જે પર્યાવરણ માટે કામ કરી રહી છે અને  આ કાર્યક્રમની સહભાગી સંસ્થા છે.

 પ્રકૃતિ  સાથે સામંજસ્ય  કેળવવું એ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક અભિન્ન ભાગ રહ્યો છે. આ વિવિધ પરંપરાગત પદ્ધતિઓ, ધાર્મિક માન્યતાઓમાં વિપુલ પ્રમાણમાં પ્રતિબિંબિત થાય છે.  ધાર્મિક વિધિઓ, લોકવાયકાઓ, કળા અને હસ્તકલા એ  ભારતીય લોકોના દૈનિક જીવનમાં પ્રાચીનકાળથી પ્રતિબિંબિત થાય છે.

પ્રકૃતિ વંદન કાર્યક્રમ એ પ્રદર્શિત કરે છે કે બ્રહ્માંડની બધી રચનાઓ આંતર-સંબંધિત, આંતર-આધારિત અને આંતર-સંકલિત છે. પ્રકૃતિ વંદન નો કાર્યક્રમ એક નવીનતા લાવવા માટેના પ્રતિકરૂપે છે. આ કાર્યક્રમ સામાજિક અને શારીરિક અંતરના નવા ધોરણોને ધ્યાનમાં રાખીને અને માસ્ક પહેરીને સાંકેતિક “પ્રકૃતિ વંદન” કરવાનો છે. આ કાર્યક્રમ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો  દ્વારા જીવંત પ્રસારિત કરવામાં આવશે. પરિવારો ઘરે અથવા વ્યક્તિગત બગીચા અથવા જાહેર બગીચામાં “વંદન” કરશે  તેવી અપેક્ષા છે (તે તમામ પ્રકારના શારીરિક અંતરના ધોરણોને જાળવી રાખવા અને માસ્ક સાથે). વૃક્ષ આરતી સાથે વંદન કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.

તમે અહીંયા રજીસ્ટર કરીને કાર્યક્રમમાં સહભાગી થઇ શકશો: Link – https://bit.ly/3lhIkBi

અત્યાર સુધી ગુજરાત તથા ભારતના વિવિધ રાજ્યમાંથી રજિસ્ટ્રેશન માટે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.

સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, સાધુ સંતો, રાજકીય આગેવાનો તેમજ પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરનાર સામાજિક આગેવાનો તથા ફિલ્મ જગતના લોકપ્રિય કલાકારો જાતે રજિસ્ટ્રેશન કરાવીને પ્રજાને આ કાર્યક્રમમાં જોડવા માટે અપીલ કરતાં વિડિયો બનાવીને મોકલી રહ્યા છે, જે સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિએ વાઇરલ થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે અનેક શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટિઑ, સામાજિક સંગઠનો, પર્યાવરણ પ્રેમીઓ આગળ આવીને હોંશભેર ભાગ લઈ રહ્યા છે.

ચાલો, આપણે સૌ પ્રકૃતિની જાળવણીના ઉમદા હેતુ માટે હાથ મિલાવીએ, જેથી પ્રકૃતિ અને કુદરતી આગામી પેઢી માટે સંસાધનો સાચવી શકાય;  જેના દ્વારા આપણે ધરતીમાતાના આશીર્વાદથી સન્માનિત થઈશું અને સમગ્ર જીવસૃષ્ટિનું સંતુલન જળવામાં સહભાગી થઈ શકીએ. આપણે આપણા નિષ્ઠાવાન પ્રયાસો શરૂ કરીએ અને કાર્યમાં લાગીએ .

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code