1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુસાફરો માટે હવે અમદાવાદ-કોલકાતા તેમજ ઓખા-ગુવાહાટી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનો દોડશે
મુસાફરો માટે હવે અમદાવાદ-કોલકાતા તેમજ ઓખા-ગુવાહાટી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનો દોડશે

મુસાફરો માટે હવે અમદાવાદ-કોલકાતા તેમજ ઓખા-ગુવાહાટી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેનો દોડશે

0
Social Share

નવી દિલ્હી: મુસાફરોની માંગને પહોંચી વળવા તેમજ સુવિધા માટે હવે પશ્વિમ રેલવેએ અમદાવાદ-કોલકાતા અને ઓખા-ગુવાહાટી સ્ટેશન વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09413 અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર બુધવારે 09.05 કલાકે અમદાવાદથી ઉપડશે અને શુક્રવારે 15.15 કલાકે કોલકાતા પહોંચશે. આ ટ્રેન 14 થી 28 એપ્રિલ 2021 સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર શનિવારે કોલકાતાથી 13.10 કલાકે ઉપડશે અને સોમવારે 07.15 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 17 એપ્રિલથી 1 મે 2021 સુધી ચાલશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, સાગૌર, દમોહ, કટની મુરવાર, સિંગરૌલી, ચોપન, નાગરુંતરી, ગરવા રોડ જંક્શન, ડાલ્ટનગંજ, બરકા કાના, બોકારો થર્મલ, ફુસરો, ચંદ્રપુરા, ધનબાદ જંકશન, આસનસોલ જંકશન અને દુર્ગાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ રહેશે.

ટ્રેન નંબર 09501 ઓખા – ગુવાહાટી (Okha Guwahati) સાપ્તાહિક સ્પેશિયલ દર શુક્રવારે 11.40 વાગ્યે ઓખાથી ઉપડશે અને સોમવારે 6.30 વાગ્યે ગુવાહાટી પહોંચશે. આ ટ્રેન 16 થી 30 એપ્રિલ 2021 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09502 ગુવાહાટી-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ગુવાહાટીથી દર સોમવારે 20.40 કલાકે ઉપડશે અને ગુરુવારે 14.00 કલાકે ઓખા પહોંચશે.

આ ટ્રેન 19 એપ્રિલથી 3 મે 2021 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં દ્વારકા, ખંબાળીયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, છાયાપુરી, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના જંકશન, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, ફૈઝાબાદ, અકબરપુર જંકશન, વારાણસી જંકશન, દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, પટના જંકશન, મોકામા જંકશન, બરૌની જંકશન, ખાગડીયા જંક્શન, નૌગાછીયા, કતિહાર જંકશન, બારસોઇ જંકશન, ખાનાપુર, ન્યુ જલપાઈ ગુડી, નવું કૂચ બિહાર, ન્યુ બોંગાઈગાંવ રંગીયા જંકશન અને  કામખ્યા સ્ટેશનો પર રોકશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ રહેશે.

અમદાવાદ મંડળના કલોલ-ગાંધીનગર રેલ્વે ખંડ પર સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 03, 13 એપ્રિલ 2021 થી સવારે 8:00 વાગ્યેથી 14 એપ્રિલ 2021 સુધી રાત્રે 20:00 વાગ્યે સુધી (કુલ 2 દિવસ) સમારકામ અને જાળવણી કાર્ય માટે ટ્રાફિક માટે બંધ રહેશે.

અજમેર (Ajmer) ડિવિઝન માં સ્થિત માવલી ​સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક કરવામાં આવનાર છે. આ અવરોધને કારણે, 28 એપ્રિલ, 2021 ના ​​રોજ ઓખા થી ચાલતી ટ્રેન નંબર 09575 ઓખા-નાથદ્વારા અને 29 એપ્રિલ, 2021 ના ​​રોજ નાથદ્વારા થી ચાલતી નાથદ્વારા-ઓખા સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણ રદ થશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code