આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો
આણંદ, 24 માર્ચ, 2026 – Natural farming એગ્રોનોમી વિભાગ, બી. એ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા તા: ૧૬ થી ૨૦ માર્ચ, ૨૦૨૬ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ ડો. આર. એ. પટેલ, પ્રાધ્યાપક અને વડા, એગ્રોનોમી વિભાગના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. સદર તાલીમમાં દાહોદ અને અરવલ્લી જિલ્લાના પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા 21 ભાઈઓ તથા 14 મહિલાઓ મળીકુલ 35 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સદર તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો જેવા કે, જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણિઅર્ક અને આચ્છાદન વગેરેની પ્રાયોગીક તાલીમ તાલીમાર્થીઓને આપવામાં આવી હતી. સાથે–સાથે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું મહત્ત્વ તથા મિશ્ર/આંતરપાકોનીઅગત્યતા બાબતે ખેડૂતોને અવગત કરાવવામાં આવ્યા હતા. વધુમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં આવતી મુશ્કેલીઓ-સમાધાન-ઉકેલ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી, જેથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી તરફનો અભિગમ વધે અને રસાયણમુક્ત અનાજ–શાકભાજી-ફળ વગેરે ઉત્પાદન કરી વધુ સારૂ વળતર મેળવી શકે.

આ પણ વાંચોઃ ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ પ્રેરણાબળ મળી રહે તેવા ઉમદા હેતુથી તેઓને આણંદની આજુબાજુ પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂત દેવેશભાઈ પટેલ (બોરીઆવી), નરેશભાઈ સોલંકી (પ્રાકૃતિક કૃષિ ફાર્મ, બોરીઆવી) તથા ઉમેશગીરી ગોસ્વામી (ગીરી ફાર્મ, નરસંડા) તેમજ એગ્રોનોમી વિભાગ દ્વારા ફાર્મ ઉપર લેવામાં આવેલા પ્રાકૃતિક કૃષિના સંશોધન અખતરા તથા વિવિધ પ્રકારના શાકભાજીના નિદર્શન પ્લોટની પણ રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી. તાલીમના અંતે પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તાલીમ કાર્યક્રમના સમાપન સમારોહમાં ડો. વી. જે. પટેલ, સહ સંશોધન નિયામક, ડો. એસ. આર. પટેલ, આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષ, બી. એ. કૃષિ મહાવિદ્યાલય અને ડો. આર. એ. પટેલ, એગ્રોનોમી વિભાગના વડા ઉપસ્થિત રહ્યા હતા. એ તાલીમાર્થીઓને સંબોધન કરતા તેઓએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે ભારત સરકાર દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ગુજરાત સરકાર તથા આણંદ કૃષિ યુનિવર્સિટીદ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવતા પ્રયત્નો વિશે પણ ચર્ચા કરવામાં આવી.

આ પણ વાંચોઃ ગેસ, પેટ્રોલ, ડીઝલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિવેદન, જુઓ VIDEO
યુનિવર્સિટીનાં વિવિધ કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાકૃતિક કૃષિના સંશોધન અખતરાઓના પરિણામો બાબતે માહિતગાર કરવામાં આવ્યા. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ બાબતે ભારત દેશમાં ગુજરાત રાજ્ય ખૂબ જ અગ્રેસર છે જે બતાવે છે, કે રાજ્યનાખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે.
પ્રાકૃતિક કૃષિના કાર્યક્રમને સફળ અને પરિણામલક્ષી બનાવવા માટે તાલીમ સંયોજક ડૉ. પી. એમ. પટેલ, ડૉ. જી. એન. મોટકા, ડૉ. વી. ડી. ચૌધરી અને ડૉ. એ. પી. પટેલ દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવામાં આવ્યા હતા.


