1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ફિક્સ પગારના કર્મચારીઓની નવરાત્રિ સુધરી, વેતનમાં 30 ટકા જેટલો વધારાનો સરકારનો નિર્ણય
ફિક્સ પગારના કર્મચારીઓની નવરાત્રિ સુધરી, વેતનમાં 30 ટકા જેટલો વધારાનો સરકારનો નિર્ણય

ફિક્સ પગારના કર્મચારીઓની નવરાત્રિ સુધરી, વેતનમાં 30 ટકા જેટલો વધારાનો સરકારનો નિર્ણય

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં ફિક્સ પગાર ઉપર કામ કરતા તમામ કર્મચારીઓને દિવાળી પહેલા દિવાળીની ગીફ્ટ આપી છે. સરકાર દ્વારા હાલના વેતનમાં 30 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ફિક્સ પગાર ઉપર કામ કરતા કર્મચારીઓમાં ખુશી ફેલાઈ છે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અમલવારી પહેલી ઓક્ટોબર-2023ની અસરથી કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ થશે. આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ.40,800 થશે. વર્ગ-3ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.19,950થી વધીને રૂ.26,000 થશે. જ્યારે વર્ગ-4ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.16,224 થી વધીને રૂ. 21,100 થઈ જશે.

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વના નિર્ણય અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code