 
                                    એનડીએની આવતીકાલે દિલ્હીમાં યોજાશે મીટીંગ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. આ પરિણામમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે, ભાજપાની આગેવાની હેઠળની એનડીએ ફરીથી સત્તા બનાવી રહી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધન પણ 230 બેઠકો મેળવી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરમિયાન આવતીકાલે એનડીએની બેઠક બોલવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એનડીએ ફરી એકવાર સત્તામાં આવી રહી છે પરંતુ આ ચૂંટણીમાં ભાજપામાં ધોવાણ થયું છે અને એકલા હાથ સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી ભાજપના નેતાઓએ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને સિનિયર નેતાઓની બેઠક મળી હતી. તેમજ પરિસ્થિતિ અંગે મંથન શરુ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
લોકસભા રૂઝાનમાં 400નો લક્ષ્યાંક રાખનારી ભાજપાએ 2019ની સરખામણીએ અનેક બેઠકો પાછળ રહે તેવી શકયતા જોવા મળે છે. એનડીએને લગભગ 298થી 300 બેઠકો મળી રહી છે. દરમિયાન એનડીએ સરકાર રચવાની યોજનાને લઈને ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને એક બેઠક મળી હતી. આ મીટીંગમાં એનડીએની બેઠકને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીના પરિણામ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જે.પી.નડ્ડાના ઘરે રાજનાથ સિંહ અને અમિત શાહ પહોંચ્યાં હતા.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

