1. Home
  2. ગુજરાતી
  3. આવતી કાલે લેવાનાર NEET(UG) ની પરિક્ષા આ રાજ્યમાં સ્થગિત કરાઈ
આવતી કાલે લેવાનાર NEET(UG) ની પરિક્ષા આ રાજ્યમાં સ્થગિત કરાઈ

આવતી કાલે લેવાનાર NEET(UG) ની પરિક્ષા આ રાજ્યમાં સ્થગિત કરાઈ

0
Social Share
  • નીટ યુજીની પરિક્ષા મનીપુરમાં સ્થગિત
  • હાલની સ્થિતિને જોતા પરિક્ષા ન લેવાનો સરકરાનો નિર્ણય

ઈમ્ફાલઃ- આવતીકાલે દેશભરમાં યુજી નીટની પરિક્ષા લેવાનાર છે,વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી આ પરિક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે છેવટે આવતી કાલે દેશભરના રાજ્યોમાં ડોક્ટરના અભ્યાસ માટેની આ પ્રવેશ પરિક્ષા લેવામાં આવશે જો કે મણીપુરમાં થયેલી હિંસાને જોતા સરકારે આ રાજ્યમાં આવતીકાલે પરિક્ષા ન લેવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે NEET UG વર્ષ 2023 પરીક્ષા તે દરેક ઉમેદવારો માટે મોકૂફ રાખવામાં આવી છે જેઓનું એક્નેઝાન સેન્ટર મણિપુરમાં  ફાળવવામાં આવ્યું છે. આ લોકોની પરિક્ષઆની તારીક પાછળથી જાહેર કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી, ડૉ. રાજકુમાર રંજન સિંહે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને આ બબાતે પત્ર લખીને મણિપુરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાને પછીથી લેવાની શક્યતાઓ વિશે જણાવ્યું હતું.

ત્યારે રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી, ડૉ. રાજકુમાર રંજન સિંહે  એનઆઈએઅપીલ કરી હતી કે મણિપુરમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે, વિદ્યાર્થીઓ બ્રોડબેન્ડ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાઓને કારણે આ પરીક્ષામાં બેસી શકે નહી.  આ સહીત એજન્સીને રાજ્યમાં પરીક્ષા કેન્દ્રો માટે પરીક્ષા પુનઃશિડ્યુલ કરવા અથવા મુલતવી રાખવા વિનંતી કરી હતી. ત્યારપછી એનટીએ  એ મણિપુરના કેન્દ્રો પર પરીક્ષા આવતીકાલ પુરતી રદ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code