અમદાવાદ, 15 એપ્રિલ 2026: તબીબ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિટી એન્ડ અન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-યુજી) આપવી ફરજિયાત છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.3 મેને રવિવારના રોજ નીટ-યુજીની પરીક્ષા લેવાશે. દેશમાં 552 શહેરોમાં નીટ-યુજીની પરીક્ષા આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવાશે. NEET (UG)-2026 માટેનું પ્રવેશપત્ર હવે પછી જાહેર કરાશે.
નીટ યુજીની પરીક્ષા આગામી 3જી મેને રવિવારે બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પેન અને પેપર મોડમાં દેશભરમાં 552 શહેરો અને વિદેશમાં 14 શહેરોના વિવિધ સ્થળોએ લેવાશે. ઉમેદવારોએ NEET (UG) -2026 માટે તેમની પરીક્ષા શહેર સૂચના સ્લિપ (તેમના અરજી નંબર અને જન્મ તારીખનો ઉપયોગ કરીને) ચેક/ ડાઉનલોડ કરવાની રહેશે. પરીક્ષાના સ્થળે રિપોર્ટિંગ કરવાનો સમય સવારના 11 વાગ્યે છે અને બપોરના 1 વાગ્યા પહેલા પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પરીક્ષાનો સમય બપોરના 2 થી 5 સુધીનો છે. ઉમેદવારોએ જણાવવામાં આવ્યું છે કે NEET (UG)-2026 માટેનું પ્રવેશપત્ર હવે પછી જાહેર કરાશે. સૂચના સ્લિપ એ NEET (UG)-2026 માટેનું પ્રવેશપત્ર નથી. ઉમેદવારોની સુવિધા માટે, પરીક્ષા કેન્દ્ર જ્યાં સ્થિત હશે તે શહેરની ફાળવણી માટે આ અગાઉથી માહિતી આપવામાં આવી છે. જો કોઈ ઉમેદવારને NEET (UG) 2026 માટે એક્ઝામિનેશન સિટી ઇન્ટિમેશન સ્લિપ ડાઉનલોડ કરવામાં/તપાસ કરવામાં મુશ્કેલી પડે, તો વિદ્યાર્થી NTAનો 011-40759000/011-69227700 પર સંપર્ક કરી શકે છે અથવા neetug2026@nta.ac.in પર ઈ-મેલ કરી શકે છે.
એજન્સીએ જણાવ્યું છે કે નીટ યુજીની પરીક્ષાના આગલા દિવસે પરીક્ષા સ્થળની તપાસ કરી લેવી.આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં નીટની કસોટી લેવામાં આવશે. ઉમેદવારો અને તેમના માતાપિતાને નવીનતમ અપડેટ્સ માટે NTA વેબસાઇટ https://www.nta.ac.in/ અને https://neet.nta.nic.in/ ની મુલાકાત લેતા રહેવા જણાવાયું છે. નીટની કસોટી ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ બાદ એમબીબીએસમાં સ્નાતક કક્ષાએ મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આ કસોટી આ વર્ષે 3 મેના રોજ યોજાશે. આગામી દિવસોમાં આ કસોટી માટેના પ્રવેશપત્ર જાહેર કરવામાં આવશે. નીટની કસોટી માટે ગુજરાતના જુદા જુદા સેન્ટર જાહેર કરાયા છે.

