પ્રધાનમંત્રીએ તે વાત પર ધ્યાન દોર્યું કે એનઇપી 2000 (NEP 2020) નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા X પોસ્ટનો જવાબ આપતા, નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, “કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ ગહન શિક્ષણ, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક મૂળની જાળવણી માટે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના મહત્વ પર પ્રકાશ પાડે છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે એનઇપી 2020 નવીન પહેલ અને સંસાધનો સાથે આ વિઝનને સમર્થન આપે છે – જરૂરથી વાંચો!”