1. Home
  2. revoinews
  3. ઑનલાઈન છેતરપિંડીનો નવો કીમિયો, જુઓ VIDEO, જાણો અને સતર્ક બનો
ઑનલાઈન છેતરપિંડીનો નવો કીમિયો, જુઓ VIDEO, જાણો અને સતર્ક બનો

ઑનલાઈન છેતરપિંડીનો નવો કીમિયો, જુઓ VIDEO, જાણો અને સતર્ક બનો

0
Social Share

જો લાલચમાં આવી ગયા તો એક જ મિનિટમાં તમારું બેંક ખાતું ખાલી થઈ જશે

રિવોઈ ન્યૂઝ, 23 માર્ચ, 2026 – New alchemy of online fraud – સરકાર અને સુરક્ષા એજન્સીઓ ગમે તેટલી તકેદારી રાખે, તો પણ સાયબર ગઠિયાઓ અટકતા નથી એટલું જ નહીં પરંતુ નિર્દોષ નાગરિકોની મહેનતની રકમ આંચકી લેવાના નવા રસ્તા શોધી કાઢે છે.

આજે આવા ચોંકાવનારા જ નહીં પણ આઘાતજનક સમાચાર આવ્યા છે. દિલ્હી પોલીસના એસીપી આશિષ કુમારે એક X પોસ્ટ કરીને નાગરિકોને આ નવા પ્રકારના ફ્રોડથી સાવધ કર્યા છે.

ACP આશિષ કુમારે તેમાં એક વીડિયો શૅર કર્યો છે જેમાં જણાવ્યું છે કે, અપરાધીઓએ હવે નિર્દોષ નાગરિકોના બેંક ખાતાં સાફ કરવા માટે કેવી નવી છેતરપિંડીની ટ્રીક અજમાવી છે.

વીડિયોમાં સંદેશો આપવામાં આવ્યો છે કે, અપરાધીઓ પહેલાં તમારા ખાતામાં થોડી રકમ જમા કરાવવા પ્રયાસ કરે છે અને તમને તેનો SMS મળે એટલે તરત તમે કોણે અને કેમ રકમ જમા કરાવી એ જોવા માટે તમારી બેંકની મોબાઈલ એપમાં પાસવર્ડ નાખો એ સાથે જ તમારું ખાતું ધડાધડ ખાલી થવા લાગે.

જુઓ વીડિયો અને જાણો સાયબર અપરાધીઓની આ નવી ચાલબાજી વિશે…

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code