1. Home
  2. ગુજરાતી
  3. બિગબોસ 15ના સ્પર્ધકમાં ઉમેરાયું નવું નામ – ‘તિતલિયા’ સોંગથી ફેમસ બનેલી સિંગર અફસાના ખાનની બિગબોસ 15મા થઈ એન્ટ્રી
બિગબોસ 15ના સ્પર્ધકમાં  ઉમેરાયું નવું નામ – ‘તિતલિયા’ સોંગથી ફેમસ બનેલી સિંગર અફસાના ખાનની બિગબોસ 15મા થઈ એન્ટ્રી

બિગબોસ 15ના સ્પર્ધકમાં ઉમેરાયું નવું નામ – ‘તિતલિયા’ સોંગથી ફેમસ બનેલી સિંગર અફસાના ખાનની બિગબોસ 15મા થઈ એન્ટ્રી

0
Social Share
  • અફસાના ખાનની થી બિગબોસ 15માં એન્ચટ્રી
  • તિતલીયા સોંગથી બની છે  ફેમસ

મુંબઈઃ-   બિગ બોસ 15 ના  સ્પર્ધકોના એક પછી એક નામ સામે આવી રહ્યા છે, દર્શકો બિગબોસની સિઝન 15ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આ સ્પર્ધોમાં હવે એક નવું નામ ઉમેરાયું છે,’ કહેવામાં આવી રહ્યું છે પંજાબી ગાયિકા અફસાના ખાન બિગબોસ 15નો ભાગ બનશે ,તિલતલિયા સોંગથી અફસાના સંગીત જગતમાં છવાઈ હતી ત્યારે હવે બિગબોસમાં જોવા મળી શકે છે.

અફસાના ખાનની એન્ટ્રી અંગે બોલીવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, અફસાનાને બિગ બોસ 15 ની ઓફર મળી છે. પંજાબી કલાકાર શહેનાઝ ગિલ, જે ‘બિગ બોસ 13’ની સ્પર્ધક હતી, તેમને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. હવે ‘બિગ બોસ’ના મેકર્સ ફરી એ જ જાદુને ચલાવવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી નિર્માતાઓ પંજાબી સ્ટાર્સની લોકપ્રિયતાથી તેમના શોને ખાસ બનાવવાના પ્રયાસમાં જોવા મળ્યા છે. શહનાઝ ગિલ, હિમાંશી ખુરાના, સારા ગુરપાલ, મિલિંદ ગાબા જેવા સ્ટાર્સ ‘બિગ બોસ’માં જોવા મળ્યા છે. હવે શોમાં અફસાના ખાનને લાવવામાં આવી રહી છે.

અફસાના ખાને પોતે પણ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે, જેના પછી તેના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તેણીએ આ વિશે દાવો કર્યો છે કે તે તેના સાથી સાઝ સાથે ભાગ લેવા જઈ રહી છે. બિગ બોસના ઘરમાં આવવા માટે અફસાના ખાન પણ તેના પાર્ટનર સાજ સાથે મુંબઈ જવા રવાના થઈ છે.

ઉલ્લેખનીય છે કે ‘બિગ બોસ 15’ 3 ઓક્ટોબરથી સોની ટીવી પર શરૂ થઈ રહ્યો છે. પ્રતીક સહજપાલ, જે આ શોના પ્રથમ સ્પર્ધક તરીકે ‘બિગ બોસ ઓટીટી’માં દેખાયા હતા. હવે તેમના પછી અફસાના ખાનનું નામ સામે આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code