1. Home
  2. ગુજરાતી
  3. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ની નવી રિલીઝ ડેટ જાહેર
કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ની નવી રિલીઝ ડેટ જાહેર

કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ની નવી રિલીઝ ડેટ જાહેર

0
Social Share
  • ‘ભૂલ ભૂલૈયા 2’ની નવી રિલીઝ ડેટ જાહેર
  • 20 મે 2022ના રોજ થશે રિલીઝ

મુંબઈ:લાંબી રાહ બાદ આખરે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. જો કે, કાર્તિકના ચાહકો આ જાહેરાતથી થોડા નારાજ થઈ શકે છે કારણ કે ભૂલ ભૂલૈયા 2 હવે માર્ચમાં નહીં પણ મે મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે.

જ્યારથી કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની જાહેરાત થઈ છે. ત્યારથી તેના ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.જ્યાં માર્ચમાં આ ફિલ્મ રિલીઝ થવાના સમાચાર ચર્ચામાં હતા.ત્યાં હવે આ ફિલ્મ માર્ચમાં નહીં પરંતુ મે 2022માં રિલીઝ થશે.કાર્તિક આર્યનએ તેના ઈન્સ્ટા હેન્ડલ પરથી તેના ચાહકોને કહ્યું છે કે,આ ફિલ્મ 20 મે 2022ના રોજ રિલીઝ થશે.

આ સાથે ફિલ્મના નિર્માતાઓએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આને લગતી એક પોસ્ટ પણ શેર કરી છે.મતલબ કે આ ફિલ્મ જોવા માટે કાર્તિકના ચાહકોએ થોડી રાહ જોવી પડશે.કહેવામાં આવી રહ્યું છે કે,આ ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત એસએસ રાજામૌલી સમક્ષ ઘૂંટણિયે પડવાની છે.

કારણ કે બધા જાણે છે કે,25 માર્ચે એસએસ રાજામૌલીની પીરિયડ ડ્રામા ફિલ્મ આરઆરઆર રિલીઝ થવા જઈ રહી છે, એવામાં કાર્તિક આર્યનની ફિલ્મના મેકર્સે આરઆરઆર સાથે ટક્કર ન કરવી જોઈએ.

આ ફિલ્મ ઉપરાંત કાર્તિક આર્યન એકતા કપૂરની ફિલ્મ ‘ફ્રેડી’માં પણ કામ કરી રહ્યો છે જેમાં તેની સાથે અલાયા ફર્નિચરવાલા જોવા મળશે.તો, તેની બકેટ લિસ્ટમાં શહજાદા, કેપ્ટન ઈન્ડિયા અને સાજિદ નડિયાદવાલાની કોમેડી ફિલ્મ પણ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code