Site icon Revoi.in

આગામી એક વર્ષ BSFના આધુનિકીકરણ અને BSF ના જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે- અમિત શાહ

Social Share

કચ્છ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી કે, આગામી એક વર્ષ સરહદ સુરક્ષા દળ-BSFના આધુનિકીકરણ અને BSF જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે.

કચ્છના ભુજ ખાતે BSFની સ્થાપનાના હીરક સમારોહને સંબોધતા શાહે કહ્યું, ગૃહ મંત્રાલયે BSFને વિશ્વનું સૌથી આધુનિક દળ બનાવવા પાંચ વર્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમણે મુખ્ય સરકારી પહેલ ‘ઇ-બૉર્ડર’ સુરક્ષાના નવા ખ્યાલને અમલમાં મૂકવામાં BSFની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો.

BSFની સિદ્ધિઓ અંગે શાહે કહ્યું, કેફી પદાર્થની તસ્કરી સામેની કાર્યવાહી કરી દળે 12 લાખ 95 હજાર કરોડ રૂપિયાના કેફી દ્રવ્ય જપ્ત કર્યા છે. નક્સલ વિરોધી કાર્યવાહી અંગે BSFની પ્રશંસા કરતા શ્રી શાહે કહ્યું, આગામી 31 માર્ચ 2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થશે.

દરમિયાન શાહે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા S.I.R.ને સમર્થન આપવા લોકોને અપીલ કરી. તેમણે S.I.R.ને દેશની લોકશાહીને સલામત અને શુદ્ધ કરવાની પ્રક્રિયા ગણાવી.

આ પ્રસંગે શાહે એક સ્મારક ટપાલ ટિકિટનું લોકાર્પણ કર્યું અને પરેડનું નિરીક્ષણ પણ કર્યું. શાહે હેડ કૉન્સ્ટેબલ સનવાલા રામ બિશ્નોઈને મરણોત્તર શૌર્યચંદ્રક અર્પણ કર્યો, જે તેમના પત્નીએ સ્વીકાર્યો. શાહે રાષ્ટ્રીય સુરક્ષામાં તેમના અનુકરણીય યોગદાન બદલ બહાદુર BSF યોદ્ધાઓને ચંદ્રક અને વિજયચિહ્ન પણ એનાયત કર્યા.

Exit mobile version