1. Home
  2. ગુજરાતી
  3. એનજીટી એ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ નાગાલેન્ડ રાજ્યને 200 કરોડનો દંડ ફટકાર્યો 
એનજીટી એ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ નાગાલેન્ડ રાજ્યને 200 કરોડનો દંડ ફટકાર્યો 

એનજીટી એ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ નાગાલેન્ડ રાજ્યને 200 કરોડનો દંડ ફટકાર્યો 

0
Social Share
  • પર્યાવરણને નુકસાન પહોંચાડવું નાગાલેન્ડને ભારે પડ્યું
  • એનજીટીએ રુપિયા 200 કરોડનો ફટકાર્યો દંડ

દિલ્હીઃ- દેશભરમાં પ્રદુષણ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ખાસ દેખરેખ કરે છે ત્યારે પ્રદુષણને નિયમત્રણમાં ન લઈ શકતા રાજ્યો સામે એનજીટી દ્રારા દંડનાક કાર્યવાહી પણ કરવામાં આવે છે, અત્યાર સુધી દિલ્હી ,હરિણાયા જેવા રાજ્યો સામે પણ દંડનાત્મક કાર્યવાહી કરાઈ છે ત્યારે હવે એનજીટી એ નાગાલેન્ડ રાજ્ય પર 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ દંડ ફટકારવા પાછળના કારણની જો વાત કરી એતો  પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કથિત રીતે ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની બેન્ચે નાગાલેન્ડ સરકાર વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની ખંડપીઠે 24 નવેમ્બરના રોજ આદેશ પસાર કરતી વખતે કહ્યું હતું કે ગટરના ઉત્પાદન અને ટ્રીટમેન્ટમાં તફાવત અને ઘન કચરા વ્યવસ્થાપનમાં તફાવત વિશેના નિવેદનને ધ્યાનમાં લેતા, “અમે પ્રદૂષક ચૂકવણીના સિદ્ધાંતને અવુસરીનૈે નાગાલેન્ડ રાજ્ય પર 200 કરોડનું વળતર વસૂલ કરીએ છીએ.બેન્ચે નોંધ્યું હતું કે કાયદાના આદેશ, ખાસ કરીને સુપ્રીમ કોર્ટ અને આ ટ્રિબ્યુનલના ચુકાદાઓનું ઉલ્લંઘન કરીને પ્રવાહી અને ઘન કચરાનું વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવામાં સરકારની નિષ્ફળતા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code