1. Home
  2. ગુજરાતી
  3. બંધારણ દિવસ પર પીએમ મોદીએ ઈ-કોર્ટ પરિયોજના કરી લોંચ – છેવાડાના લોકો માટે પણ ન્યાયિક વ્યવસ્થા બનશે સરળ
બંધારણ દિવસ પર પીએમ મોદીએ ઈ-કોર્ટ પરિયોજના કરી લોંચ – છેવાડાના લોકો માટે પણ ન્યાયિક વ્યવસ્થા બનશે સરળ

બંધારણ દિવસ પર પીએમ મોદીએ ઈ-કોર્ટ પરિયોજના કરી લોંચ – છેવાડાના લોકો માટે પણ ન્યાયિક વ્યવસ્થા બનશે સરળ

0
Social Share
  •  પીએમ મોદીએ ઈ-કોર્ટ પરિયોજના કરી લોંચ
  • ન્યાયિક વ્યવસ્થા બનશે સરળ

દિલ્હીઃ- આજે સંવિધાન દિવસે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિવિધ નવી પહેલનો આબં કર્યો છે. આ અંતર્ગત વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક, જસ્ટિસ મોબાઈલ એપ 2.0, ડિજિટલ કોર્ટ અને S3WAS વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી.

આ ઈ કોર્ટ લોંચ દ્રારા હવે દેશની સમાન્યથી સામાન્ય જનતા માટે ન્યાયિક વ્યવસ્થા સરળ બનશે.આજના આ ખાસ અવસરે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 1949ના આ દિવસે સ્વતંત્ર ભારતે પોતાના માટે એક નવા ભવિષ્યનો પાયો નાખ્યો હતો, આ વખતે બંધારણ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારતની સ્વતંત્રતાને  પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

આ પ્રોજેક્ટ એ માહિતી અને સંચાર ટેકનોલોજી સક્ષમ અદાલતો દ્વારા વકીલો અને ન્યાયતંત્રને સેવાઓ પ્રદાન કરવાની અનોખી શરુઆત  છે.જો તેના હેતુની વાત કરીએ તો નાગરિક કેન્દ્રિત સેવાઓ તાત્કાલિક અને સમયમર્યાદામાં પૂરી પાડવાનો છે ન્યાયિક પ્રક્રિયા અને ઉત્પાદકતા વધારવામાં તેની ચોક્કસ મદદ મળી રહેશે.

“વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક એ કોર્ટ સ્તરે ન્યાય વિતરણ પ્રણાલીના મહત્વપૂર્ણ આંકડા પ્રદર્શિત કરવાની પહેલ છે જે કોર્ટ સ્તરે એક દિવસ/અઠવાડિયા/મહિનાના ધોરણે સ્થાપિત કેસ, કેસનો નિકાલ અને પેન્ડન્સી કેસની વિગતો આપે છે.  અદાલતોની કામગીરીને જવાબદાર અને પારદર્શક બનાવવા માટેની આ એક નવી પહેલ છે.

ઉલ્લેખનીય છે કે  1949 માં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું હતું તેની યાદમાં, 2015 થી આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code