1. Home
  2. revoinews
  3. NIMCJના વિદ્યાર્થીઓએ વડનગરમાં ભારતના સમૃદ્ધ વારસાનો અનુભવ કર્યો
NIMCJના વિદ્યાર્થીઓએ વડનગરમાં ભારતના સમૃદ્ધ વારસાનો અનુભવ કર્યો

NIMCJના વિદ્યાર્થીઓએ વડનગરમાં ભારતના સમૃદ્ધ વારસાનો અનુભવ કર્યો

0
Social Share

અમદાવાદ, 6 એપ્રિલ, 2026 – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં વડનગરની મુલાકાત લઈ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનો અનુભવ કર્યો.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, આર્કિયોલોજિકલ મ્યુઝિયમ, શર્મિષ્ઠા તળાવ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શાળા, બૌદ્ધ મઠ તેમજ શહેરની હેરિટેજ વૉક જેવા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ અને તાજેતરમાં જ શરૂ કરાયેલ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ આનંદ માણ્યો.

આ પ્રવાસનું આયોજન અતુલ્ય વારસો નામના સ્વૈચ્છિક સંગઠન (NGO) દ્વારા ગુજરાત ટુરિઝમના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અને સાંસ્કૃતિક અનુભવનું અનોખું સંયોજન મળ્યું. આ સમગ્ર પ્રવાસ વિદ્યાર્થીઓ માટે આનંદદાયક અને જ્ઞાનવર્ધક રહ્યો.

આ પણ વાંચોઃ વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયો અભૂતપૂર્વ સપ્તરંગ ક્રિએટર અવોર્ડ સમારંભ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code