નારિયેળ પાણી એટલે દરેક બીમારીમાં રામબાણ ઈલાજ ,સવારે ખાલી પેટે નારિયેળ પીવાથી અનેક લાભ વિશે આપણે જાણીએ છીએ જો કે નારિયેળમાંથી જે તાજી મલાઈ કોપરાના સ્વરુપે નીકળે છે તેપમ સ્વાસ્થ્ય માટે એટલી જ ગુણકારી છે નારિયેળની મલાઈ આપણા માટે નાળિયેર તેલ, નાળિયેર પાણી અને નાળિયેર દૂધની જેમેજ આપણા માટે ગુણકારી સાબિત થાય છે.નારિયેળની મલાઈમાં ઘણા પોષક તત્વો હોય છે, જેનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. તેની ક્રીમ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે, અને એટલું જ નહીં, નારિયેળની ક્રીમ પાચન માટે પણ ફાયદાકારક છે, આ એનર્જીથી ભરપૂર ક્રીમ રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર તરીકે પણ કામ કરે છે.
પાચન ક્રિયાને બનાવે છે મજબૂત
નારિયેળની મલાઈ પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કોઈને પાચનની સમસ્યા હોય તો તેણે નારિયેળની મલાઈનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે
હૃદયને સ્વસ્થ રાખે છે
કોકોનટ ક્રીમ હૃદય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે, તે સારા કોલેસ્ટ્રોલને વધારીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એટલા માટે કોકોનટ ક્રીમ લો.
વાળ અને ત્વચા માટે ઉપયોગી
નારિયેળની મલાઈઈ અને વિટામિન સીથી ભરપૂર હોય છે. તે મુક્ત રેડિકલને અવરોધે છે અને વાળ અને ત્વચાને નુકસાનથી બચાવે છે. કોકોનટ ક્રીમ ખાવાથી કોલેજનનું પ્રમાણ વધે છે, જે વાળ અને ત્વચા માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે, વાળ અને ત્વચાની ચમક માટે વિટામિન સી અને વિટામિન ઇ જરૂરી છે. એટલા માટે કોકોનટ ક્રીમ ખાઓ.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
નારિયેળની મલાઈમાં ફાઈબરનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે, તેને ખાવાથી દિવસભર એનર્જી જળવાઈ રહે છે. કોકોનટ ક્રીમમાં સારી માત્રામાં ફોલેટ હોય છે. તે શરીરમાં મેટાબોલિઝમ વધારે છે. તેનાથઈ શરીરને ભરપૂર એનર્જી મળે છે.
વજન નિયંત્રણમાં રાખે છે
જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન છો, તો નારિયેળની મલાઈને તમારા આહારમાં સામેલ કરો, નારિયેળની મલાઈમાં ફાઈબર હોય છે. આ ખાવાથી તમે ઓછું ખાશો તો પણ પેટ ભરેલું લાગશે. આ રીતે કોકોનટ ક્રીમ વજન ઘટાડવામાં મદદરૂપ છે
ડાયાબિટીસમાં અસરકારક
ડાયાબિટીસના દર્દીઓને હંમેશા ચિંતા રહે છે કે નારિયેળનું સેવન તેમના સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં. પરંતુ નારિયેળની મલાઈમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઘણો ઓછો હોય છે, જેના કારણે ડાયાબિટીસમાં તેનું સેવન બિલકુલ નુકસાનકારક નથી. તે શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે, સાથે જ તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે