Homeગુજરાતીકોગ્રેંસના જાણીતા નેતા જયરામ રમેશે સંસદની સ્થાયિ સમિતિમાંથી આપ્યું રાજીનામું

કોગ્રેંસના જાણીતા નેતા જયરામ રમેશે સંસદની સ્થાયિ સમિતિમાંથી આપ્યું રાજીનામું

દિલ્હીઃ- હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં અનેક વિપક્ષ હોબાળો કરી રહ્યા છએ ત્યારે હવે કોંગ્રેસ પક્ષને લઈને વઘુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રમાણ ેકોંગ્રેસના જાણીતા નેતાએ રાજીનામુ આપ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કોંગ્રેસના નેતા જયરામ રમેશે વિતેલા દિવસે પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને વન અને આબોહવા પરની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે.

રાજીનામુ આપવા બાબતે કોંગ્રેસ નેતાનું કહેવું છે કે સરકાર દ્વારા સ્થાયી સમિતિને ઘણા મહત્વપૂર્ણ બિલ મોકલવામાં આવ્યા નથી. જયરામ રમેશે કહ્યું કે આવી સ્થિતિમાં તેમને આ પદ પર ચાલુ રહેવાનું કોઈ મહત્વ નથી દેખાતું.

જયરામ રમેશે આ વિશે ટ્વિટ પણ કર્યું, જેમાં તેમણે લખ્યું, ‘આ એવા બિલ છે જે જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, 1980 અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનામાં મૂળભૂત સુધારા કરે છે. આ સહીત સમિતિએ ઘણા નક્કર સૂચનો સાથે DNA ટેક્નોલોજી  નિયમન બિલ, 2019 પર એક વ્યાપક અહેવાલ રજૂ કર્યો હતો, જે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મોદી સરકારે તેને બદલે ક્રિમિનલ પ્રોસિજર (ડિટેક્શન) એક્ટ, 2022થી દૂર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ, જયરામે જૈવિક વિવિધતા સંશોધન બિલ પસાર થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે જ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ત્રણ બિલ પાસ થયા હતા. તેમણે ફોરેસ્ટ સુધારા વિધેયક પસાર કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સ્થાયી સમિતિને મોકલવાને બદલે સરકારે આ બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલ્યું હતું, જેનું નેતૃત્વ ભાજપના નેતા કરે છે. તેમણે  સરકારે જાણીજોઈને સંસદ દ્વારા લાવવામાં આવેલા ત્રણ અત્યંત મહત્વપૂર્ણ બિલોને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલ્યા નથી.

આ સહીત વધુમાં તેમણે કહ્યું હતું કે આ સંજોગોમાં મને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહેવાનું કોઇ મહત્વ દેખાતું નથી. જે વિષયો મારા હૃદયની ખૂબ નજીક છે અને મારી શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિને અનુરૂપ છે. સ્વયંભૂ, સર્વજ્ઞ અને વિશ્વગુરુના આ યુગમાં આ બધું અપ્રાસંગિક છે. મોદી સરકારે વધુ એક સંસ્થાકીય તંત્રને નકામું બનાવ્યો હોવાનો આરોપ લગાવ આવ્યો છે.

 

સંબંધિત લેખો

Most Popular