1. Home
  2. ગુજરાતી
  3. હવે 8 સીટર વાહન માટે 6 એરબેગ જરૂરી,ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે આ નિયમ
હવે 8 સીટર વાહન માટે 6 એરબેગ જરૂરી,ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે આ નિયમ

હવે 8 સીટર વાહન માટે 6 એરબેગ જરૂરી,ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે આ નિયમ

0
  • હવે મુસાફરો માટે મુસાફરી બનશે સલામત
  • 8 સીટર વાહન માટે 6 એરબેગ જરૂરી
  • ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે આ નિયમ

 દિલ્હી:કેન્દ્ર સરકાર સલામતી વધારવા માટે આઠ પેસેન્જર વહન કરતા વાહનોમાં ઓછામાં ઓછી છ એરબેગ્સ ફરજિયાત બનાવવા જઈ રહી છે.રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ શુક્રવારે ટ્વિટમાં જણાવ્યું હતું કે,વાહન ઉત્પાદકોએ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વાહનોમાં એરબેગ્સની સંખ્યા વધારવી પડશે.તેમને આઠ મુસાફરો સુધીની ક્ષમતાવાળા વાહનોમાં ઓછામાં ઓછી છ એરબેગ્સ સ્થાપિત કરવા માટે કહેવામાં આવશે.ગડકરીના જણાવ્યા અનુસાર, તેમણે તાજેતરમાં આઠ પેસેન્જર વાહનોમાં છ એરબેગ્સ ફરજિયાત બનાવવાના ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપી છે.એવું માનવામાં આવે છે કે નવો નિયમ ઓક્ટોબર સુધીમાં લાગુ થઈ જશે.

ગડકરીએ જણાવ્યું હતું કે,વાહનો સાથે વાહનો અથડાવવાની અસરને ઓછી કરીને મુસાફરોને સુરક્ષિત રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે વાહનોમાં અન્ય ચાર એરબેગ્સ પણ આપવામાં આવે. ગડકરીએ કહ્યું, “પાછળની સીટમાં બે સાઇડ એરબેગ્સ અને બે ટ્યુબ એરબેગ્સ આપીને તમામ મુસાફરો માટે મુસાફરીને સુરક્ષિત બનાવવામાં આવશે.

મુસાફરની સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય

ભારતમાં મોટર વાહનોને વધુ સુરક્ષિત બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.તેમણે કહ્યું કે, એરબેગ્સની સંખ્યા વધારવાનો નિર્ણય તમામ વાહનોમાં બેઠેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ થશે.

2020માં માર્ગ અકસ્માતમાં 47984 લોકોના મોત થયા  

સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2020માં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કુલ 1.16 લાખ માર્ગ અકસ્માતો થયા હતા જેમાં 47,984 લોકોના મોત થયા હતા.ગડકરીએ ગયા વર્ષે કહ્યું હતું કે,નાની કાર, જે મુખ્યત્વે નિમ્ન મધ્યમ વર્ગ દ્વારા પસંદ કરવામાં આવે છે, તેમાં પણ અકસ્માતના કિસ્સામાં બેઠેલા લોકોના જીવ બચાવવા માટે યોગ્ય એરબેગ્સ હોવી જોઈએ.તેણે કહ્યું હતું કે માત્ર ઊંચી કિંમતવાળી મોટી કારમાં જ કાર ઉત્પાદકો આઠ એરબેગ્સ પ્રદાન કરે છે.

4000 રૂપિયા સુધી વધી શકે છે કિંમતો

ગડકરીએ કહ્યું હતું કે,નાની કાર મોટાભાગે નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો ખરીદે છે પરંતુ તેમાં પૂરતી એરબેગ્સ ન હોવાને કારણે અકસ્માતમાં મૃત્યુની શક્યતા વધી જાય છે. જો કે, તેણે કહ્યું હતું કે વધુ એરબેગ્સ સાથે કારની કિંમત 4,000 રૂપિયા સુધી વધી શકે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.