
હવે સીએમ યોગી દિલ્હી NCRની તર્જ પર બનાવશે ‘સ્ટેટ કેપિટલ રિજન – લખનૌ સહીતના જીલ્લાઓ આ યોજનામાં જોડાશે
- સીએમ યોગદીનું લોંગ વિઝન
- હવે દિલ્હી એનસીઆરની તર્જ પર ઉત્તરપ્રદેશના જીલ્લાઓ
લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના પ્રદેશને અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં મોખરે રહ્યા છે, રાજ્યનો સતત વિકાસ તેમના સીએમ બન્યા બાદ જોવા મળી રહ્યો છે ત્યારે હવે સીએમ યોગી પોતાના રાજ્યને દિલ્હી એનસીઆરના તર્જ પર બનાવાવા જઈ રહ્યા છે.નેશનલ કેપિટલ રિજનની તર્જ પર, ‘ઉત્તર પ્રદેશ સ્ટેટ કેપિટલ રિજન’ (SCR)નો વિકાસ કરવાની તૈયારીઓ હવે કરવામાં આવી રહી છે.
આ હેઠળ સીએમ યોગીની યોજના રાજધાની લખનૌની સાથે ઉન્નાવ, સીતાપુર, રાયબરેલી, બારાબંકી, કાનપુર નગર અને કાનપુર દેહતને તેમાં સમાવેશ કરવાની છે સીએમ યોગી આદિત્યનાથે તેનો વિગતવાર એક્શન પ્લાન માંગ્યો છે. યોગી સરકારે વિતેલા દિવસને શુક્રવારે સાંજે તમામ શહેરી વિકાસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મિટિંગ યોજી હતી જેમા તેમણે કહ્યું કે આજે રાજધાની લખનૌ મેટ્રોપોલિટન સિટીના રૂપમાં અત્યાધુનિક શહેરી સુવિધાઓથી સજ્જ થઈ રહ્યું છે. અન્ય શહેરોના લોકો અહીં પોતાનું કાયમી વસવાટ કરવા માંગે છે. જેના કારણે આજુબાજુના જિલ્લાઓમાં પણ વસ્તી વધી રહી છે
વિકાસ સત્તામંડળે રોકાણ, રોજગાર અને નવીનતા માટે ટેક્નોલોજીની મદદથી પોતાની રીતે આગળ વધવું જોઈએ. તેમણે શહેરી આયોજનનું મોડલ તૈયાર કરવાનો સંદેશ આપ્યો હતો. તમામ વિકાસ સત્તાવાળાઓને તેમના વિઝન મુજબ કામ કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
આ બેઠકમાં એનસીઆરની તર્જ પર એસસીઆર એટલે કે રાજ્ય રાજધાની ક્ષેત્ર બનાવવાની સૂચના આપી છે. આ રાજ્યને 3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં ઘણો આગળ વધશે. આ સાથે તેમણે લખનૌના ચારબાગથી વસંત કુંજ સુધી મેટ્રોના બીજા તબક્કા માટે એક સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
સીએમ યોગીએ ડેવલપમેન્ટ ઓથોરિટીના વડાઓ સાથેની બેઠકમાં કહ્યું કે પ્રસ્તાવિત SCRમાં લખનૌની સાથે ઉન્નાવ, કાનપુર શહેર, કાનપુર દેહાત, સીતાપુર, રાયબરેલી અને બારાબંકીને રાખવામાં આવશે.
તેણે કહ્યું કે હવે લખનૌને દિલ્હીની જેમ મેટ્રોપોલિટન સિટી તરીકે વિકસાવવું પડશે. જેના કારણે તમામ રાજ્યોમાંથી લોકો અહીં આવીને સ્થાયી થશે. હાલમાં આસપાસના જિલ્લાઓમાં વસ્તી નોંધપાત્ર રીતે વધી રહી છે. તેથી લખનૌની સાથે આ શહેરો અને જિલ્લાઓનો પણ વિકાસ કરવો પડશે.
સીએમ યોગીએ નિર્દેશ આપ્યો કે તમામ સત્તાવાળાઓ, સ્થાનિક સંસ્થાઓએ ખાતરી કરવી જોઈએ કે કોઈપણ સંજોગોમાં ગેરકાયદે રહેણાંક વસાહતો ક્યાંય જોવા ન મળે. દરેક વસાહતમાં તમામ જરૂરી સુવિધાઓ હોવી જોઈએ.સીએમ યોગીએ સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાનના વિઝન મુજબ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા હાંસલ કરવા માટે આપણે શહેરીકરણને પ્રોત્સાહન આપવું પડશે. આમાં વિકાસ અધિકારીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.