1. Home
  2. ગુજરાતી
  3. હવે વારાણસીમાં કચરામાંથી બનાવાશે કોલસા – NTPC દ્રારા બનનારા દેશના પ્રથમ પ્લાન્ટનો પીએમ મોદી કરશે શીલાન્યાસ
હવે વારાણસીમાં કચરામાંથી બનાવાશે કોલસા – NTPC દ્રારા બનનારા દેશના પ્રથમ પ્લાન્ટનો પીએમ મોદી કરશે શીલાન્યાસ

હવે વારાણસીમાં કચરામાંથી બનાવાશે કોલસા – NTPC દ્રારા બનનારા દેશના પ્રથમ પ્લાન્ટનો પીએમ મોદી કરશે શીલાન્યાસ

0
Social Share
  • હવે કચરાનો થશે સદ્ઉપયોગ
  • કચરામાંથી બનાવાશે કોલસા
  • વારણસીમાં આ માચે પ્રથમન પ્લાન્સ સ્થાપિત કરશે NTPC દ
  • નવાવર્ષમાં પીએમ મોદી કરશે શીલાન્યાસ

દિલ્હીઃ- આપણા દેશમાં રોજેરોજલાખો મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન્ન થતો હોય છે જેને લઈને પ્રાવરમને નુકશાન પણ થતું હોય છે, પરંતુ હવે આ માટે એક મોટો નિર્મય લેવામાં આવ્યો છે જે હેઠળ ઘન કચરાનો સદ્ઉપયોગ કરવામાં આવશે,જે હેઠળ હવે પ્રાચીન વિકાસનું મોડલ બની રહેલું કાશી હવે દેશને કચરામાંથી કોલસો બનાવતા શીખવશે.

એનટીપીસીના સહયોગથી, મ્યુનિસિપલ કોર્પોરેશન રમના ખાતે દરરોજ 200 ટનથી વધુનો કોલસા ઉત્પાદન  કરવાનો પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જાન્યુઆરીમાં કાશીની સૂચિત મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 150 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે.

25 એકરમાંથી 20 એકર જમીનમાં પ્લાન્ટ સ્થાપિત કરાશે-5 ેકરમાં કચરાના વેસ્ટને વૈજ્ઞાનિક રીતે નિકાલ કરાશે

લગભગ 25 એકરમાં તૈયાર થનારા આ પ્લાન્ટમાંથી નીકળતા અવશેષોનો નિકાલ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ હશે. વીજ ઉત્પાદન એકમોમાં કોલસાના સંકટમાંથી છુટકારો મેળવવા માટે વારાણસીમાં કરવામાં આવનાર આ પ્રયોગ દેશને નવી દિશા બતાવશે.

રમનામાં ઓળખાયેલી 25 એકર જમીનમાં 20 એકરમાંઆ પ્લાન્ટ બનાવવામાં આવશે અને પાંચ એકરમાં કોલસાની રચના દરમિયાન ઉત્પન્ન થતો કચરો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવશે. બનારસમાં સફળ પ્રયોગ બાદ દેશના અનેક શહેરોમાં તેને સ્થાપિત કરવાની યોજના છે. આ પ્લાન્ટની સ્થાપના પહેલા દાદરીમાં કરવામાં આવેલા અભ્યાસ મુજબ, 600 ટન કચરામાંથી 200 ટન કોલસો બનાવવામાં આવશે.

જાણો આ ગંઘહિન પ્લાન્ટની ખાસિયતો

આ પ્લાન્ટ આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ શહેરમાંથી દરરોજ 600 ટન કચરો નીકળે છે. શહેરના વિસ્તરણ બાદ અંદાજે 800 ટન કચરો દૂર કરવામાં આવશે. તેથી, પ્લાન્ટની ક્ષમતા દરરોજ 800 ટન કચરાના પ્રોસેસિંગ કરતાં વધુ હશે.કન્સ્ટ્રક્શન કંપની તેને બે વર્ષ સુધી ઓપરેટ કર્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપશે.

આ માટેનો ડેમો અને ટોરીફેક્શન પ્લાન્ટ એનટીપીસીના દાદરી ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. તેમાં પર્યાવરણ સુરક્ષા સાથે તેને કેવી રીતે સંચાલિત કરવામાં આવશે તે જણાવવામાં આવ્યું છે. ગંધહીન: આ પ્લાન્ટમાં ઉત્સર્જન અને અવાજની મર્યાદા ધોરણો મુજબ રહેશે. હાનિકારક પદાર્થોના નિકાલને રોકવા માટે કચરો લીચેટ ટ્રીટમેન્ટ સિસ્ટમમાંથી પસાર થશે. આ પ્લાન્ટ ઓટોમેટિક મશીનો દ્વારા ચલાવવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code