Site icon Revoi.in

હવે મારે રસ્તા પર જઈને પોસ્ટર લગાવવાની જરૂર નથીઃ હર્ષવર્ધન રાણે

Social Share

મુંબઈ: અભિનેતા હર્ષવર્ધન રાણે અને અભિનેત્રી સોનમ બાજવા અભિનીત રોમેન્ટિક ફિલ્મ એક દિવાને કી દિવાનિયતહાલ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝના માત્ર 9 દિવસમાં 52 કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય કર્યો છે. સિનેમા હોલોમાં હજી પણ દર્શકોમાં ફિલ્મ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એક કાર્યક્રમમાં અભિનેતા હર્ષવર્ધન રાણેએ જણાવ્યું હતું કે,ઘણી વાર આપણે મંદિરમાં પ્રાર્થના કરીએ છીએ, પણ ઈશ્વર તરત ફળ આપતા નથી. આપણું કામ છે કે શ્રદ્ધાપૂર્વક મહેનત કરતા રહીએ. મને પણ વર્ષો પછી મારી પ્રાર્થનાનો જવાબ મળ્યો છે. હવે લોકો મને ઓળખવા લાગ્યા છે, એજ મારા માટે સૌથી મોટો આશીર્વાદ છે.

અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું કે,મને રોમાન્ટિક ભૂમિકાઓ કરવાથી કદી કંટાળો નથી આવતો. રોમાન્સ કરતાં વધારે સુંદર મને જીવનમાં કશું લાગતું નથી. આ ઝોનર મને સૌથી વધુ આનંદ આપે છે. મને સૌથી વધારે આનંદ એમાં થયો કે હવે મને રસ્તા પર જઈને પોસ્ટર લગાવવાની જરૂર નથી. પરંતુ સાથે એ પણ વિચાર આવ્યું કે જે લોકો મને આટલું પ્રેમ આપે છે, તેમનો આભાર માનવા માટે મને જમીન સાથે જોડાયેલો રહેવું જોઈએ. હું એ જ માનું છું કે નમ્રતા જ મારી સૌથી મોટી તાકાત છે.

ફિલ્મ અભિનેત્રી સોનમ બાજવાએ જણાવ્યું હતું કે,, “જીવનમાં દરેક બાબતનો યોગ્ય સમય હોય છે. મને પહેલાથી ઘણી ઑફર આવી હતી, પણ મેં મારા મન મુજબ નિર્ણયો લીધા. કદાચ ઈશ્વરે મારા હિન્દી ફિલ્મ કરિયર માટે આ વર્ષ પસંદ કર્યું હશે. હવે જ્યારે હું બોલીવુડમાં આવી છું, ત્યારે આશા રાખું છું કે આગળ પણ આવા સારા પાત્રો મળતા રહેશે. અભિનેત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ પાત્ર પસંદ કરવાનો કારણ શું હતું, ત્યારે સોનમે કહ્યું, “આ પાત્ર ખૂબ રસપ્રદ હતું કારણ કે તેમાં કરવા માટે ઘણું હતું. દરેક સીનમાં કંઈક અલગ કરવાનો મોકો મળ્યો. મુશ્કેલ હોવા છતાં આ ભૂમિકા ભજવવાનો આનંદ મળ્યો. મને ખુશી છે કે આવું પાત્ર કરવાનું તક મળી જેમાં હું મારી અંદરની લાગણીઓ વ્યક્ત કરી શકી.

Exit mobile version