1. Home
  2. ગુજરાતી
  3. હવે રાજસ્થાનના તર્જ પર ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લાઓમાં પણ લગ્ન કરી શકશે, સરાકનો નિર્ણય
હવે રાજસ્થાનના તર્જ પર ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લાઓમાં પણ લગ્ન કરી શકશે, સરાકનો નિર્ણય

હવે રાજસ્થાનના તર્જ પર ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લાઓમાં પણ લગ્ન કરી શકશે, સરાકનો નિર્ણય

0
Social Share
  • ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લામાં કરી શકાશે લગ્ન
  • રાજસ્થાનના મહેલની જેમ પૈસા ચૂકવીને તમે અહી લગ્ન કરી શકશો

આજકાલ ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને સેલિબ્રિટીઓ રાજસ્થાનના મહેલોની પહલી પસંદ કરે છે અને અહીં ભવ્ય રીતે ધામધૂમથી લગ્નની દરેક સેરેમની રાખે છે,જો કે હવે ઉત્તરપ્રદેશના લોકો માટે પણ સારા સમાચાર સામે આવી રહ્યા છએ રાજડસ્થાનની તર્જ પર ઉત્તરપ્રદેશના લોકો પણ અહીના મહેલ અને કિલ્લાઓમાં હવે લગ્ન કરી શકશે.

જાણકારી પ્રમાણે યુપીમાં ડેસ્ટિનેશન વેડિંગ હવે શક્ય બનશે, જો તમે યુપીમાં રહો છો પરંતુ સેલિબ્રિટીની જેમ ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગો છો તો હવે તમારે મહેલો કે કિલ્લામાં લગ્ન કરવા રાજસ્થાન જવાની જરૂર નહીં પડે.  યુપીની યોગી સરકારે રાજ્યની જનતાની ઈચ્છાઓને ધ્નયામાં રાખીને આ નિર્ણય લીધો છે.

હવે ઉત્તર પ્રદેશ સરકારે વિકાસ અને કમાણી કરવાની તૈયારી શરૂ કરી છે.જેથી હવે અહીંના કિલ્લાઓ અને મહેલો લગ્ન માટે ભાડે આપવામાં આવશે હા એ વાત અલગ છે કે આ માટે તમારે લાખોમાં રુપિયા ચૂકવવા પડશે.

ઉત્તર પ્રદેશને 10 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્‍યાંક હેઠળ નવી પ્રવાસન નીતિ-2022માં આવી પહેલ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં કેબિનેટની બેઠકમાં આ અંગે પ્રસ્તાવ લાવવામાં આવે તેવી અપેક્ષા છે.ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાજીરાવ-મસ્તાનીના અગાધ પ્રેમ સાથે જોડાયેલા ‘ચુનાર કિલ્લા’થી લઈને મહોબાના ‘મસ્તાની મહેલ’ સુધી અને બુંદેલખંડના વિવિધ કિલ્લાઓ પણ લોકપ્રિય ‘ડેસ્ટિનેશન વેડિંગ’ તરીકે ઉભરી શકે છે.

પ્રવાસન વિભાગે રાજ્યના 100 સ્થળોને ‘મેરેજ ટૂરિઝમ પ્લેસ’ તરીકે વિકસાવવા માટે ઓળખી કાઢ્યા છે. જોકે, આવતા વર્ષ સુધીમાં ‘ડેસ્ટિનેશન વેડિંગ’ની સુવિધા મુખ્યત્વે મિર્ઝાપુરનો ચુનાર કિલ્લો, લખનૌની છત્તર મંઝિલ, બરસાનાનો જલ મહેલ અને ઝાંસીના બરુઆ સાગર સહિત 10 ઐતિહાસિક-પૌરાણિક સ્થળો પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code