આજકાલ યુવાઓમાં હેર સ્ટાઇલિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. મોટા ભાગે યુવાઓ બજારમાં મળતા કેમિકલવાળા જેલ અને વેક્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી હેર ફોલ, ડેન્ડ્રફ અને સ્કાલ્પ ડેમેજ જેવી સમસ્યાઓ વધી રહી છે. બ્યુટી એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, હવે ઘરે કુદરતી હેર જેલ બનાવી શકાય છે, જેનાથી વાળને કોઈ નુકસાન નહીં થાય અને સ્ટાઈલિશ લુક પણ મળશે.
એલોઅવેરા જેલઃ કુદરતી રીતે વાળ સેટ કરવા માટે સૌથી ઉત્તમ વિકલ્પ.
અલસીનું જેલઃ વાળને શાઈન અને સ્મૂથનેસ આપે છે.
જેલેટિન જેલઃ મજબૂત ગ્રિપ આપે છે, ચિપચિપો નથી બનેતો.
બ્લો ડ્રાય અને નેચરલ ઓઈલિંગઃ કેમિકલ વગર વાળને વોલ્યુમ અને શાઈન આપવા માટે સહેલુ ઉપાય.
નેચરલ હેર સ્પ્રેઃ એલોઅવેરા અને પાણી મિક્સ કરીને હેર સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકાય છે.
ફેશન નિષ્ણાતોના મતે નેચરલ પ્રોડક્ટ્સનો ઉપયોગ માત્ર હેર સ્ટાઇલ માટે જ નહીં પરંતુ લાંબા ગાળે હેર હેલ્થ માટે પણ ફાયદાકારક છે.