1. Home
  2. ગુજરાતી
  3. ઓમિક્રોનની તપાસ માટેની ‘ઓમિશ્યોર’ કિટ આજથી દુકાનોમાં ઉપલ્બધ – જાણો શું હશે કિંમત
ઓમિક્રોનની તપાસ માટેની  ‘ઓમિશ્યોર’ કિટ આજથી દુકાનોમાં ઉપલ્બધ – જાણો શું હશે કિંમત

ઓમિક્રોનની તપાસ માટેની ‘ઓમિશ્યોર’ કિટ આજથી દુકાનોમાં ઉપલ્બધ – જાણો શું હશે કિંમત

0
Social Share
  • આજથી દુકાનોમાં ઓમિક્રોનની તપાસની કિટનું થશે વેંચાણ
  • માત્ર 250 રુપિયાની કરવી પડશે ચૂકવણી

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ઓમિક્રોન વેરિએન્ટને લઈને પણ ચિંતા વધી છે, ત્યારે હવે દેશવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.હવે તમે જાતે જ ઘરે રહીને ઓમિક્રોનની તપાસ કરી શકશો નહી તેના માટે તમારે લેબમાં તો જવાની જરુર પડશે જ.

જો તમે ઓમિક્રોન વેરિએન્ચટથી સંક્રમિત હોવ તો તરત જ કિટ દ્રારા તપાસ કરીને પરિણામ તરત મેળવી શકો છો.વાસ્તવમાં, 12 જાન્યુઆરીથી અટલે કે આજથી ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિશ્યોર બજાર અને દુકાનોમાં ઉપલબ્ધ થશે

ઓમિક્રોન ટેસ્ટ કિટ ક્લેર ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે.આઈસીએમઆર તરફથી ટાટા મેડિકલ એન્ડ ડાયાગ્રોસ્ટિક્સ લિમિટેડની ઓમિક્રોનની ટેસ્ટ કિટ ઓમિશ્યોરને 30 ડિસેમ્બરના રોજ મંજૂર કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ટેસ્ટ કિટ અન્ય આરટી-પીસીઆર પરીક્ષણ કિટ તરીકે કામ કરશે.ઓમિક્રોનની આ કીટથી તપાસ કરવા માટે નાક અથવા મોંમાંથી લાડ  લેવામાં આવશે. પફક્ત 10 થી 15 મિનિટમાં તેનુ પરિણામ મળી જશે. ઓમિશ્યોથી તપાસની પદ્ધતિ અન્ય આરટી-પીસીઆર પરીક્ષણોથી અલગ રહેશે નહીં. આરટીપીસીઆર ની જેમ આનો રિપોર્ટ ફઆઈનલ ગણાશે.

જાણો શું છે કિંમત

ટાટા મેડિકલએ ઓમિશ્યોર ટેસ્ટ કિટની કિંમત  250 રૂપિયા નક્કી કરી છે, જે બજારમાં ઉપલબ્ધ હાલની અન્ય ટેસ્ટ કિટથી સસ્તી જોવા મળે છે. જો કે, પરીક્ષણ માટે પ્રયોગશાળાઓ દ્વારા વધારાના શુલ્ક ઉમેરી શકાય છે કારણ કે તે ઘર આધારિત પરીક્ષણ નથી.

જો કે ઘરે રહીને તપાસ નહી કરી શકાય

જો કે આ કીટથી તમે ઘરમાં તપાસ કરી શકતા નથી, તેથી લેબ ચાર્જ અલગ થી લેવામાં આવી શકે છે. ટાટા એમડી પાસે દર મહિને દર મહિને 2 લાખ ટેસ્ટ કિટ બનાવવાની ક્ષમતા છે. કંપની તેને વિદેશમાં પણ વેચવાની યોજના બનાવી રહી છે અને યુરોપિયન યુનિયન અને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં તેના માટે અરજી કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code