
હવે અમદાવાદનું સાબરમતી આશ્રમ વિશ્વનું આકર્ષણ બનશે – આશ્રમનો વિકાસ પીએમ મોદીના ડ્રીમ પ્રોજકેટનો ભાગ
- ગાંઘીજીનું સાબમતી આશ્રમ વિશ્વ સ્તરે આકર્ષણ જમાવશે
- પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો એક ભાગ આશ્રમનો વિકાસ
- પીએમ મોદી એ ગાંઘીની 150મી જન્મ જ્યંતી પર વિતાસની વાત કરી હતી
- આશ્રમના વિકાસનું કાર્ય શરુ કરવામાં આવ્યું
અમદાવાદ- કેન્દ્ર સરકાર દ્રારા એનક પર્યટન સ્થળોને વિકાસનો વેગ મળ્યો છે, જેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીએ વૈસ્વિક સ્તરે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે હવે આ દિશામાં અમદાવાદમાં આવેલું સાબરમતી આશ્રમ પણ આગળ વધી રહ્યું છે, ગાંઘીજીનું આ આશ્રમ આવનારા દિવસોમાં વિશ્વ સ્તરે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ઉલ્લેખનીય છે કે, ગાંઘીજીની 150મી જન્મ જંયતી પર દેશના વડા પ્રધાન નેર્ન્દ્ર મોદીએ ગાંઘી આશ્રમના વિકાસ અંગેની જાહેરાત કરી હતી ત્યારે હવે પરીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટનું કાર્ય હાથ ધરવામાં આવી ચૂક્યું છે.
અમદાવાદ શહેરમાં સાબરમતી કાંઠે સ્થાપિત મહાત્મા ગાંધીજીનું આ આશ્રમ દેશ અને વિશ્વ આકર્ષણનું કેન્દ્ર બનવાની દીશામાં આગળ વધી રહ્યું છે. હવે આ આશ્રમને આકર્ષિત બનાવવા માટેનું કાર્ય શરુ કરવામાં આવ્યું છે જે હેઠળ આશ્રમનો વિકાસ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર આ આશ્રમના વિકાસ માટે આશરે 500 થી 700 કરોડ રૂપિયાના ખર્ચે કરશે, આ સાથે જ આ વિકાસના કાર્યમાં રાજ્ય સરકાર તરફથી પણ મદદ મળી રહેશે, આશ્રમની આજુબાજુના વિસ્તારની જમીન પર સરકાર પોતાના દાયરામાં સમાવશે,આશ્રમની આજુબાજુનો 35થી 40 એકર જમીનના વિસ્તારમાં આ આશ્રમ સુસજ્જ કરવામાં આવશે, જે આધુનિક સુવિધાથી સભર હશે, જેમાં આઘુનિક રેસ્ટોરન્ટનો પણ સમાવેશ કર્યાની માહિતી પ્રાપ્ત થઈ છે.
સાહિન-