1. Home
  2. ગુજરાતી
  3. હવે ઘરના રસોડામાંથી આટલી વસ્તુ લો, અને જાતે જ બનાવો ત્વચા માટેનું સ્ક્રબ
હવે ઘરના રસોડામાંથી આટલી વસ્તુ લો, અને જાતે જ બનાવો ત્વચા માટેનું સ્ક્રબ

હવે ઘરના રસોડામાંથી આટલી વસ્તુ લો, અને જાતે જ બનાવો ત્વચા માટેનું સ્ક્રબ

0
Social Share

ચહેરાની કાળજી રાખવા માટે લોકો દ્વારા અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. પણ લોકો તે વાતને ભૂલી જતા હોય છે કે ઘરમાં રહેલી પણ કેટલીક વસ્તુઓ ચહેરાની કાળજી રાખવા માટે મદદરૂપ થઈ શકે છે. દરેક ઘરના રસોડામાં ખાંડ મળશે. સુગર સ્ક્રબ બનાવવા માટે તમારે માત્ર 2 ચમચી ખાંડ અને 4 ચમચી લીંબુના રસની જરૂર પડશે. આ મિશ્રણને ગરદનથી ચહેરા પર લગાવો અને ગોળાકાર ગતિમાં હળવા હાથથી મસાજ કરો. સુકાઈ જાય પછી ચહેરો ધોઈ લો. આ સિવાય ઓલિવ ઓઈલ અથવા જોજોબા ઓઈલ સાથે ખાંડ મિક્ષ કરીને પણ ઉપયોગ કરી શકો છો.

ઓટમીલમાં ત્વચા-રક્ષણ અને મોઈશ્ચરાઈઝિંગ ગુણધર્મો છે. તે ત્વચાની ટેનિંગ અને યુવી કિરણોને કારણે થતા નુકસાનને પણ અટકાવે છે. તે ત્વચાની લાલાશ અને બળતરા ઘટાડવામાં પણ ખૂબ અસરકારક છે. ઓટમીલ સ્ક્રબ તૈયાર કરવા માટે તેમાં એલોવેરા જેલ ઉમેરો અને ત્વચા પર તેનો ઉપયોગ કરો. આ સિવાય તેમાં પાણી મિક્સ કરીને સ્ક્રબ પણ તૈયાર કરી શકો છો.

આ ઉપરાંત કોફીને શ્રેષ્ઠ સ્ક્રબ માનવામાં આવે છે. તે એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને ત્વચાની ગંદકી અને નીરસતા થોડા જ સમયમાં દૂર કરે છે. કોફી સ્ક્રબ બનાવવા માટે ગ્રાઉન્ડ કોફીને ઓલિવ ઓઈલ સાથે સારી રીતે મિક્સ કરો અને ગરદનથી ચહેરા સુધી હળવા હાથે મસાજ કરો. સુકાઈ ગયા પછી ધોઈ લો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code