Homeગુજરાતીદેશ-વિદેશઆવકવેરા રિટર્ન ભરવા માટે હવે 31 ઓક્ટોબર સુધીનો સમય

આવકવેરા રિટર્ન ભરવા માટે હવે 31 ઓક્ટોબર સુધીનો સમય

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર 2026: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ ઓડિટને પાત્ર કરદાતાઓ માટે આકારણી વર્ષ 2026-27ના આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ મુદત લંબાવી છે. હવે આવકવેરા રિટર્ન 31 ઓક્ટોબરને બદલે 21 નવેમ્બર, 2026 સુધી ભરી શકાશે.

આ ઉપરાંત, ટેક્સ ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની અંતિમ મુદત પણ 30 સપ્ટેમ્બરથી લંબાવીને 21 ઓક્ટોબર, 2026 કરવામાં આવી છે.

આ સમયમર્યાદામાં વધારો આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139 હેઠળ નિર્દિષ્ટ કરદાતાઓની શ્રેણીને લાગુ પડશે. CBDTએ જણાવ્યું છે કે આ વધારાને કારણે સંબંધિત કરદાતાઓને તેમના રિટર્ન દાખલ કરવા માટે વધારાનો સમય મળશે.

CBDT આ નિર્ણયના અમલીકરણ માટે અલગથી ઔપચારિક આદેશ અથવા જાહેરનામું બહાર પાડશે.

વધુ વાંચો: ભારતીય નૌસેના આજે શરૂ કરશે કમાન્ડર્સ કોન્ફરન્સ 2026નું બીજું સંસ્કરણ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular