1. Home
  2. ગુજરાતી
  3. હવે તમારો સ્માર્ટફોન ચોરાશે તો પણ મળી જશે, ટેલિકોમ મંત્રી વર્લ્ડ ટેલિકોમ એન્ડ ઈન્ફોર્મેશન સોસાયટી ડે પર સંચાર સાથી પોર્ટલ કરશે લોંચ
હવે તમારો સ્માર્ટફોન ચોરાશે તો પણ મળી જશે,  ટેલિકોમ મંત્રી વર્લ્ડ ટેલિકોમ એન્ડ ઈન્ફોર્મેશન સોસાયટી ડે પર સંચાર સાથી પોર્ટલ કરશે લોંચ

હવે તમારો સ્માર્ટફોન ચોરાશે તો પણ મળી જશે, ટેલિકોમ મંત્રી વર્લ્ડ ટેલિકોમ એન્ડ ઈન્ફોર્મેશન સોસાયટી ડે પર સંચાર સાથી પોર્ટલ કરશે લોંચ

0
Social Share
  • સ્માર્ટ ફોન ખોવાશે કે ચોરાશે તો મેળવવો બનશે સરળ 
  • સરકારે લોંચ કર્યું આ માટેનું ખાસ પોર્ટલ

દિલ્હીઃ આજરોજ મંગળવારે દેશના ટેલિકોમ મંત્રી એવા અશ્વિની વૈષ્ણવે એક ખાસ પોર્ટલ લોંચ કર્યું છે જે ખોવાયેલા સ્માર્ટ ફોનને કે ગુમ થયેલા ફોનને શોધવામાં મદદગાર સાબિત થશે આ સાથે જ જો તેની ખઆસિયતો વિશે વાત કરીએ તો આ પોર્ટલનો યૂઝ આપણે એકથી વધુ ભાષા જેવી કે હિન્દી, અંગ્રેજી ઉપરાંત  તમામ ભાષામાં કરી શકીશું એટલે કે જો હવે તમારો સ્માર્ટ ફોન ખોવાઈ જાય કે પછી ચોરી થઈ જાય તો પણ તેને મેળવવો સરળ બનશે.

આ પોર્ટલનું નામ છે  સંચાર સાથી પોર્ટલ, જે  દેશવ્યાપી CEIR ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવા માટે રેડી  છે. આ પોર્ટલ, જેને CEIR ટ્રેકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સ્માર્ટફોન વપરાશકર્તાઓને સમગ્ર ભારતમાં તેમના ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને બ્લોક અને ટ્રેક કરવા સક્ષમ બનાવશે.ઉલ્લેખનીય છે  કે દર વર્ષે 17 મેને તરીકે ઉજવવામાં આવે છે એટલે કે આવતી કાલે 17 મેએ પોર્ટલ સત્તાવાર રીતે લોંચ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગત અનુસાર ક ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવ સત્તાવાર રીતે પોર્ટલનું અનાવરણ કરશે, જે સમગ્ર દેશમાં સુલભ હશે અને તમામ ટેલિકોમ વર્તુળોને આવરી લેશે. શરૂઆતમાં CEIR પોર્ટલ દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને નોર્થ ઈસ્ટ રિજનમાં સક્રિય હશે, પરંતુ આ ક્વાર્ટરમાં તેને સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવશે.

સંચાર સાથી પોર્ટલ એ ટેલિકોમ વિભાગની એક પહેલ છે, જેનો હેતુ મોબાઈલ ગ્રાહકોને તેમની સુરક્ષા વધારીને અને સરકારી પહેલો વિશે જાગૃતિ વધારીને સશક્તિકરણ કરવાનો છે.
તે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર સહિતના વિવિધ મોડ્યુલો ઓફર કરે છે જે ખોવાયેલા અથવા ચોરાયેલા ઉપકરણોને શોધવા અને તમામ ટેલિકોમ નેટવર્ક્સ પર બ્લોક કરે છે. આ સાથે જ TAFCOP એટલે કે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન મોડ્યુલ વપરાશકર્તાઓને તેમના નામના મોબાઇલ કનેક્શન્સની સંખ્યા ચકાસવા અને કોઈપણ બિનજરૂરી અથવા અનધિકૃત કનેક્શનની જાણ કરવા સક્ષમ બનાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code