1. Home
  2. ગુજરાતી
  3. પુતિનના નિર્ણય સામે વાંધો ઉઠાવતા અમેરિકા અને અલ્બાનિયાએ UNSC માં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યા, ભારત સહિત આ દેશોએ રાખ્યું અંતર
પુતિનના નિર્ણય સામે વાંધો ઉઠાવતા અમેરિકા અને અલ્બાનિયાએ UNSC માં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યા, ભારત સહિત આ દેશોએ રાખ્યું અંતર

પુતિનના નિર્ણય સામે વાંધો ઉઠાવતા અમેરિકા અને અલ્બાનિયાએ UNSC માં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યા, ભારત સહિત આ દેશોએ રાખ્યું અંતર

0
Social Share

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન દ્વારા કબજે કરેલા ચાર પ્રદેશોને પોતાના દેશમાં સામેલ કરી દીધા છે.પુતિને આ પગલું ભરીને તમામ આંતરરાષ્ટ્રીય નિયમોને બાયપાસ કર્યા છે.રશિયાના આ પગલાથી અમેરિકા, બ્રિટન સહિત ઘણા પશ્ચિમી દેશો ગુસ્સે થયા છે.

પુતિનના નિર્ણય સામે વાંધો ઉઠાવતા અમેરિકા અને અલ્બાનિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યા. આ પ્રસ્તાવને 10 દેશોનું સમર્થન મળ્યું હતું, પરંતુ ભારત, ચીન, બ્રાઝિલ અને ગેબોને આ પ્રસ્તાવથી અંતર રાખીને મતદાન કર્યું ન હતું.જોકે, અંતે રશિયાએ દરખાસ્તને નકારી કાઢવા માટે તેના વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો.

વાસ્તવમાં રશિયાએ આટલા લાંબા સમય સુધી ચાલેલા યુદ્ધ બાદ યુક્રેનના 4 વિસ્તારો ડોનેત્સ્ક, લુહાંસ્ક, ઝાપોરિઝિયા અને ખેરસન પર કબજો જમાવ્યો હતો.આ પછી, તાજેતરમાં રશિયાએ તેમને તેના દેશમાં મર્જ કરી દીધા છે.રશિયાએ પશ્ચિમી દેશોને પણ ધમકી આપી છે કે જો તે હવે આ વિસ્તારોમાં હુમલો કરવાનો પ્રયાસ કરશે તો રશિયા પૂરી તાકાતથી જવાબ આપશે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code