1. Home
  2. Bharat@2047
  3. આઈઆઈએમ-Aથી એનઆઈટી ઓડિશા માટે ‘યુવા સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ
આઈઆઈએમ-Aથી એનઆઈટી ઓડિશા માટે ‘યુવા સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ

આઈઆઈએમ-Aથી એનઆઈટી ઓડિશા માટે ‘યુવા સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ

0
Social Share

અમદાવાદ, 23 મે 2026: આઈઆઈએમ-Aથી એનઆઈટી ઓડિશા માટે ‘યુવા સંગમ’ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ભારત સરકારની એક ફ્લેગશિપ પહેલ— ‘યુવા સંગમ’ કાર્યક્રમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT) ઓડિશા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

એનસીસી ડિરેક્ટોરેટના એડીજી મેજર જનરલ બિમલ મોંગા (SM, VSM) દ્વારા આઈઆઈએમ અમદાવાદના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર અને ફેકલ્ટી સભ્યોની ગરિમામય ઉપસ્થિતિમાં આ પ્રવાસને લીલી ઝંડી બતાવી રવાના કરાયો હતો.

આ પણ વાંચોઃ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’નો ગૌરવશાળી ઇતિહાસ અને અભૂતપૂર્વ સિદ્ધિઓ

એડીજી (ADG) એ પોતાના સંબોધન દરમિયાન પસંદગી પામેલા સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને ગુજરાતના રોલ-મોડેલ એમ્બેસેડર (રાજદૂત) બનવા આહ્વાન કર્યું હતું. તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, તેઓ આ તકનો ઉપયોગ પરસ્પર સંવાદ સાધવા, નવી સંસ્કૃતિને જાણવા તેમજ અપનાવવા, જીવનભરની મિત્રતા કેળવવા અને આપણા મહાન દેશની અજોડ ‘વિવિધતામાં એકતા’ ની વિભાવનાને આત્મસાત કરવા માટે કરે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code