1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં ત્રીજા માળની બાલ્કનીમાં કપડા સુકવતા નીચે પટકાતા સગીરાનું મોત
વડોદરામાં ત્રીજા માળની બાલ્કનીમાં કપડા સુકવતા નીચે પટકાતા સગીરાનું મોત

વડોદરામાં ત્રીજા માળની બાલ્કનીમાં કપડા સુકવતા નીચે પટકાતા સગીરાનું મોત

0
Social Share

વડોદરા, 11 જુલાઈ, 2026 : Teenage girl dies after falling while hanging clothes on third-floor balcony  શહેરમાં જવાહરનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલી ઘરની બાલ્કનીમાં કપડાં સૂકવી રહેલી શાલુ યાદવ નામની 14 વર્ષીય સગીરાનું ત્રીજા માળેથી નીચે પટકાવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવને લીધે સગીરાના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં 14 વર્ષીય શાલુ યાદવ નામની સગીરા પોતાના નિવાસસ્થાને બાલ્કનીમાં કપડાં સૂકવવા માટે ગઈ હતી. કપડાં સુકવવાના તાર ઊંચાઈ પર હોવાથી તે ટેબલ પર ચઢી હતી. દરમિયાન અચાનક તેનું સંતુલન ખોરવાતા તે સીધી ત્રીજા માળેથી નીચે રોડ પર પટકાઈ હતી. જોરદાર રીતે નીચે પટકાવાને કારણે સગીરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને બનાવની પોલીસને જાણ કરી હતી. દીકરીના અકાળ મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આઘાતમાં સગીરાની માતાની તબિયત પણ લથડી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં જવાહર નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code