અમેરિકાએ ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યા પછી અને હોરમૂઝની સામુદ્રધૂની બંધ કરવાના ઈરાનના નિર્ણય પછી આજે સવારે તેલની કિંમતો પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી.
બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડનો ભાવ 2 ટકાથી વધુ વધીને 79 ડોલર પ્રતિ બેરલ થયો હતો, જ્યારે W.T.I. ક્રુડ 2 ટકાથી વધુ વધીને 75 ડોલર પ્રતિ બેરલની નજીક વેપાર કરી રહ્યું હતું.
બ્રેન્ટ ક્રુડના ભાવમાં 5 ટકાનો વધારો થયા બાદ ઘટાડો થયો હતો. ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે કાચા તેલના ભાવમાં સતત ત્રીજા અઠવાડિયે વધારો થયો છે. હોરમૂઝની સામુદ્રધૂની ઓઇલ અને ગેસના પરિવહન માટે અગત્યનો માર્ગ છે.

