Site icon Revoi.in

ઓમાનઃ મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે ટૂર્નામેન્ટમાં મલેશિયાને 5-0થી હરાવ્યું

Social Share

નવી દિલ્હીઃ ઓમાનના મસ્કત ખાતે રમાયેલી મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ જારી રાખતા મલેશિયાને 5-0થી હરાવ્યું હતું. આ સ્પર્ધાના ઈતિહાસમાં મલેશિયા સામે ભારતની સતત ત્રીજી જીત છે. ધીમી શરૂઆત અને મલેશિયાના મજબૂત બચાવ બાદ, ભારતે ત્રીજા ક્વાર્ટરમાં સફળતા મેળવી હતી.

વૈષ્ણવી ફાળકેએ 32મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો, ત્યારબાદ દીપિકાએ સતત ત્રણ અને કનિકા સિવાચે પાંચમો ગોલ કર્યો હતો. બાંગ્લાદેશ સામેની તેમની અગાઉની 13-1થી જીત બાદ સેકન્ડ હાફમાં પ્રભુત્વ જમાવ્યું હતું.

ભારત આવતીકાલે ચીન સામે ટકરાશે. મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. FIH જુનિયર વર્લ્ડ કપ માટે જુનિયર એશિયા કપ ક્વોલિફાઇંગ સ્પર્ધા છે, જે આવતા વર્ષે ચિલીમાં રમાશે. એશિયા કપમાં ટોચનાં પાંચ સ્થાને આવનારી ટીમો વિશ્વકપમાં સ્થાન મેળવશે.