Site icon Revoi.in

બગોદરા હાઈવે પર ઈકોકાર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માતમાં એકનું મોત

Social Share

 અમદાવાદ, 5 જુન, 2026 One killed in accident between ecocar and pickup van  જિલ્લાના બગોદરા નજીક આવેલા ભોગાવો પુલ ઉપર આજે લીંબડી તરફથી રોંગ સાઇડમાં આવી રહેલી ઈકો અને સામેથી આવતા પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકોચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે,  અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરા નજીક ભોગાવો નદીના પુલ પાસે ઈકોકાર લીંબડી તરફથી રોંગ સાઇડમાં બગોદરા તરફ આવી રહી હતી. કાર જ્યારે ભોગાવો પુલ ઉપર પહોંચી ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ડાલા સાથે તેની સામસામે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ઇકોચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.   આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ મોકલીને અન્ય બે ઇજાગ્રસ્તોને બગોદરા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત બીજા એક અકસ્માતના બનાવમાં ભોગાવો નદીના બીજા પુલ ઉપર એક ટ્રકચાલકે કાબૂ ગુમાવતા ટ્રક હાઇવે પર જ પલટી મારી ગઈ હતી. એક જ સમયે બંને પુલ પર બનેલી ઘટનાઓને કારણે અમદાવાદ-રાજકોટ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. બગોદરા પોલીસ અને હાઇવે ઓથોરિટી દ્વારા ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઇડમાં ખસેડીને ટ્રાફિક હળવો કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી.

Exit mobile version