Site icon Revoi.in

સરખેજ-બાવળા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

Social Share

અમદાવાદ, 15 જુલાઈ, 2026 : Accident between two trucks on Sarkhej-Bavla Road.  સરખેજ-ધોળકા રોડ પર આજે વહેલી સવારે બાકરોલ નજીક  એક લોડેડ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે આઇસર ટ્રકના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ફાયર વિભાગ અને પોલીસની મદદથી આઇસરની કેબિનનો આગળનો ભાગ કાપીને ચાલકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને પણ પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સરખેજ-ધોળકા રોડ પર આજે વહેલી સવારે બાકરોલ નજીક  એક લોડેડ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આયશર ટ્રકના ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ફાયર વિભાગ અને પોલીસની મદદથી આઇસરની કેબિનનો આગળનો ભાગ કાપીને ચાલકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે સામેના ટ્રકના ચાલકને પણ પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ,  છેલ્લા કેટલાય સમયથી મંજૂર થયેલા સરખેજ-ધોળકા  રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં બાકરોલ સર્કલથી ધોળકા તરફ જતો શરૂઆતનો બાકી રહેલો 50 થી 100 મીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ કામગીરીને કારણે અંદાજે એક કિલોમીટર સુધીનો માર્ગ વન-વે કરવામાં આવ્યો છે, જે આ ગમખ્વાર અકસ્માતનું મુખ્ય કારણ બન્યો છે. નવા બનાવેલા 8 કિલોમીટરથી વધુ લાંબા આ રોડ પર તંત્ર દ્વારા ક્યાંય પણ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. આ ઉપરાંત, બાકરોલથી ભાત ગામ સુધીના વિસ્તારમાં માત્ર વિસલપુર ગામ પાસે જ બમ્પ (સ્પીડ બ્રેકર) બનાવવામાં આવ્યા છે.

Exit mobile version