Site icon Revoi.in

ઓપરેશન સિંદૂરઃ ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ પાંચ પાકિસ્તાની ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા

Social Share

બેંગ્લોરઃ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ઓપરેશન સિંદૂરમાં સેનાની કાર્યવાહી વિશે માહિતી આપી હતી. બેંગ્લોરમાં, વાયુસેનાના વડાએ કહ્યું કે ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ પાંચ પાકિસ્તાની ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા. આપણી વાયુ સંરક્ષણ પ્રણાલીઓએ ખૂબ સારું કામ કર્યું છે. S-400 આમાં ગેમ-ચેન્જર હતું. તે સિસ્ટમની રેન્જ ખરેખર પાકિસ્તાનના વિમાનોને દૂર રાખતી હતી. પાકિસ્તાનના વિમાનો આપણી વાયુ સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસી શક્યા ન હતા.

ઓપરેશન સિંદૂર દરમિયાન મુરીદકે-લશ્કર મુખ્યાલય પર હુમલા પહેલા અને પછીના ચિત્રો બતાવતા તેમણે કહ્યું કે, આ તેમના વરિષ્ઠ નેતૃત્વનો રહેણાંક વિસ્તાર છે. આ તેમની ઓફિસ બિલ્ડિંગ હતી જ્યાં તેઓ મીટિંગો કરતા હતા. અમે શસ્ત્રોમાંથી વિડિઓ મેળવી શકીએ છીએ કારણ કે તે સ્થળ રેન્જમાં હતું. આ બહાવલપુરમાં જૈશ મુખ્યાલયને વાયુસેના દ્વારા થયેલા નુકસાન પહેલા અને પછીના ચિત્રો છે. અહીં લગભગ કંઈ જ બચ્યું નથી. આસપાસની ઇમારતો સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમારી પાસે ફક્ત સેટેલાઇટ છબીઓ જ નહીં, પણ સ્થાનિક મીડિયાના ચિત્રો પણ હતા. આ દ્વારા અમે અંદરના ચિત્રો મેળવી શક્યા.

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે અમે પાકિસ્તાનના પાંચ ફાઇટર પ્લેનને તોડી પાડ્યા છે. તેમાં એક મોટું પ્લેન પણ હતું, જે કાં તો ELINT પ્લેન અથવા AEW&C પ્લેન હોઈ શકે છે. તેને લગભગ 300 કિલોમીટરના અંતરેથી તોડી પાડવામાં આવ્યું હતું. તે વાસ્તવમાં અત્યાર સુધીનો સૌથી મોટો સપાટીથી હવામાં હુમલો હતો.

તેમણે કહ્યું કે, આ ઉપરાંત શાહબાઝ જેકોબાબાદ એરપોર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અહીં એક F-16 હેંગરનો અડધો ભાગ નાશ પામ્યો હતો. મને લાગે છે કે હેંગરની અંદર કેટલાક વિમાનો હતા જેને પણ નુકસાન થયું છે. અમે મુરિદકે અને ચકલાલા જેવા ઓછામાં ઓછા બે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરો પર પણ હુમલો કર્યો હતા. તેમાં છ રડાર છે. આ ઉપરાંત, અમને AEW&C હેંગરમાં ઓછામાં ઓછા એક AEW&C અને કેટલાક F-16 વિમાનોના સંકેત મળ્યા છે, જે ત્યાં જાળવણી હેઠળ હતા.

Exit mobile version