1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કામરેજના ઉભેળ ગામે હાઈવેના નવનિર્મિત બ્રિજ પરથી રોડ-રોલર ખાબકતાં ઓપરેટરનું મોત
કામરેજના ઉભેળ ગામે હાઈવેના નવનિર્મિત બ્રિજ પરથી રોડ-રોલર ખાબકતાં ઓપરેટરનું મોત

કામરેજના ઉભેળ ગામે હાઈવેના નવનિર્મિત બ્રિજ પરથી રોડ-રોલર ખાબકતાં ઓપરેટરનું મોત

0
Social Share

સુરતઃ શહેરના કામરેજના ઉભેળ ગામે નેશનલ હાઈવેના નવ નિર્મિત બ્રિજ પરથી રોડ રોલર નીચે પટકાતા રોડ રોલરના ઓપરેટરના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. જો કે, ભારેખમ રોડ રોલર લોકોથી ઉંચકાય તેમ પણ ન હોવાથી ઓપરેટરનું ઘટનાસ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ક્રેઈનની મદદથી રોડ-રોલર હટાવીને તેમા ઓપરેટરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, સુરત જિલ્લાના કામરેજ સ્થિત ઉભેળ ગામે નેશનલ હાઈવેના બ્રિજની કામગીરી ચાલી રહી છે. દરમિયાન અહીં રોડ રોલરથી કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે અકસ્માતે રોડ રોલર બ્રિજ પરથી નીચેના રોડ પર પટકાયું હતું. આ ઘટનામાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. નિર્માણાધીન બ્રિજ પરથી રોડ રોલર નીચે રોડ પર પટકાતાં ત્યાં અરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના રહીશો અને ત્યાં કામ કરતા લોકો એકઠા થઈ ગયા હતા. રોડ રોલર નીચે પટકાઇ ઊંધું વળી ગયું હતું. આ ઘટનામાં ચાલક રોડ રોલર નીચે દબાઇ જતા લોહીના ફૂવારા છૂટ્યા હોય તેમ રસ્તા પર લોહીની ધારા જોવા મળી હતી. રોડ રોલર નીચે દબાયેલા ચાલકનું બચાવ થાય તે પહેલા મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સામે આવ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. તેમજ આ ઘટનામાં મૃતક રોડ રોલરના ચાલકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખેસડી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code