Site icon Revoi.in

ક્વોરેન્ટાઈન કરાયેલા 17 સિંહમાંથી 12 સિંહ સ્વસ્થ થતાં જંગલમાં મુક્ત કરાયા

Social Share

 જુનાગઢ, 5 જુન, 2026 : Out of 17 quarantined lions, 12 recovered and were released  ગીરના જંગલ અને તેની આજુબાજુના રેવન્યુ વિસ્તારમાં વિહાર કરતા 8 જેટલાં સિંહના કોઈ ગંભીર બિમારીને કારણે મોત નિપજતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તબીબોની ટીમ સાથે જશાધાર રેન્જ દોડી ગયા હતા. આ બનાવને પગલે મુખ્યમંત્રીએ તાકીદની બેઠક બોલાવી હતી. અને બિમાર જણાતા 17 સિંહનું રેસ્ક્યુ કરીને તબીબી સારવાર આપવામાં આવી હતી. જેમાં 17માંથી 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા છે. બાકીના 5 સિંહ હાલ ઓબ્ઝર્વેશન અને સારવાર હેઠળ છે. તેમની તબિયત પણ સુધારા પર છે અને આગામી સમયમાં તેઓને પણ વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

ગીરના જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં અંદાજિત આઠ સિંહના મૃત્યુને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી હતી. બીમાર પડેલા 17 સિંહોને તાત્કાલિક ધોરણે ક્વોરેન્ટાઇન કરી સઘન સારવાર આપ્યા બાદ હાલ આ 17માંથી 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેમને જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના 5 સિંહ હાલ ઓબ્ઝર્વેશન અને સારવાર હેઠળ છે. તેમની તબિયત પણ સુધારા પર છે.

આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું છે કે, “સિંહોના મૃત્યુ પાછળ કોઈ ગંભીર વાઇરસ જવાબદાર નથી અને હાલ સિંહોમાં વાઇરસને લઈને કોઈ જ પ્રકારની ચિંતાનું કારણ નથી. વન વિભાગ દ્વારા 600 જેટલા સિંહોનું ડી-ટીકિંગ અને ડી-વોર્મિંગ પણ કરવામાં આવ્યું  છે “વન વિભાગના પ્રયાસોથી બીમાર 17 સિંહને ક્વોરેન્ટાઇન કરીને સારવાર કરવામાં આવી હતી. બાકીના 600 જેટલા સિંહને ડિટિકિંગ અને ડિ વોર્મિંગ કરવામાં આવ્યું છે. આખો વિસ્તાર જંતુમુક્ત કરાયો હતો. આ 17 સિંહ સખત બીમાર હતા. તેમાંથી 12 સિંહને સાજા થયા બાદ વનમાં છૂટા કરવામાં આવ્યા છે. બાકીના પાંચ સિંહો ઓબ્ઝર્વેશનમાં છે અને તંદુરસ્ત છે. તેમને પણ મુક્ત કરવામાં આવશે. એક ગર્ભવતી સિંહણનું મૃત્યુ થયું છે તેનું મોત અન્ય કોમ્પ્લિકેશનને કારણે થયાની સંભાવના છે. તેમાં કોઈપણ પ્રકારના વાયરસ મળી આવ્યા નથી.”

Exit mobile version