1. Home
  2. ગુજરાતી
  3. સમગ્ર વિશ્વની નજર ઓક્સફોર્ડની વેક્સિન પર- ભારતમાં આ રસીની કિંમત 1 હજારની આસપાસ હશે
સમગ્ર વિશ્વની નજર ઓક્સફોર્ડની વેક્સિન પર- ભારતમાં આ રસીની કિંમત 1 હજારની આસપાસ હશે

સમગ્ર વિશ્વની નજર ઓક્સફોર્ડની વેક્સિન પર- ભારતમાં આ રસીની કિંમત 1 હજારની આસપાસ હશે

0
  • ઓક્સફોર્ડની કોરોના વેક્સિનની કિમંત ભારતમાં 1 હજાર આસપાસ હશે
  • સમગ્ર વિશ્વની નજર આ વેક્સિન પર છે
  • એન્ટિબોડીના પ્રભઆવને કારણથી કોરોના વેક્સિન અસરકારક
  • મોટે ભાગે આગળના પરિક્ષણો ખુબ સફળ રહ્યા છે

કોરોના વાયરસએ સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે,વિશ્વભરમાં રોજના હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે,તેવી સ્થિતિમાં કોરોના મહામારી સામે બચવા માટે અનેક દેશની જનર હવે ઓક્સફઓર્ડ યૂનિવર્સિટીએ વિકસાવેલી વેક્સિન પર છે,કોરોનાના સંકટમાં સમગ્ર વિશ્વની આ વેક્સિન પર મીટ માંડીને બેઠૂં છે.વેક્સિન આવતા જ વિશ્વભરમાં કોરોનાના દર્દીઓમાં ઘટાડો થાય તે વાત સંભવ બની શકે છે,પણ ત્યારે જ કે જ્યારે કોરોનાની ચોક્કસ વેક્સિન બની જાય.

જ્યા સુધી કોરોનાની વેક્સિન નહી બને ત્યાર સુધી કોરોનાનો સામનો કરવો શક્ય નથી,આવી સ્થિતિમાં ઓક્સફઓર્ડ યૂનિર્વસિટી તરફથી એક સારા સમાચાર સામે આવ્યા છે,હાલ અહી આ વેક્સિનનું માનવ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે,મોટે ભાગે આગળના પરિક્ષણો ખુબ સફળ રહ્યા છે.ત્યારે હવે ભારતમાં પણ કોરોનાની આ વેક્સિનનું પ્રોડક્શન કરવામાં આવશે.

એન્ટિબોડીના પ્રભાવને કારણથી કોરોના વેક્સિન અસરકારક છે, જો ભારતમાં આ રસી બનશે તો તેની કિમંત અંદાજે 1 હજારની આસપાસ લેવામાં આવશે અને સરકાર દ્રારા નક્કી કરવામાં આવશે કે શરુઆતમાં આ વેક્સિન કોને આપવાની છે.

ઓક્સફોર્ડની આ રાહ જોવાતી વેક્સિનને લઈને એક મીડિયા ચેનલના ડાયરેક્ટરએ ઓક્સફઓર્ડ વેક્સિન ગૃપના ડાયરેક્ટર એન્ડ્રયુ જે પોલાર્ડ અને પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા સાથએ પણ વાતચીત કરી છે.

પોલાર્ડ આ વેક્સિન બાબતે જણાવે છે કે,એન્ટિબોડીના પ્રભાવથી ખબર પડે છે કે,આ વેક્સિન કેટલા પ્રમાણમાં અસરકારક છે,અનેક હ્યુમન ટ્રાયલમાં સફળ થવા ઉપરાંત હવે અનમે આ બાબતે પ્રૂફની જરુર છે કે શું આ વેક્સિન કોરોના વાયરસથી બચાવી શકે છે,એટલા માટે હવે આ વેક્સિનનું પરિક્ષણ અલગ અલગ લોકો પર કરવામાં આવી રહ્યું છે,તે સાથે જ પરિક્ષણ કરવામાં આવશે કે બીજા લોકો પર આ વેક્સિનની શું અસર દેખાઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે,કોવિડ મહામારી દરમિયાન વેક્સિન બનાવવી અને પછી તેને આખા વિશ્વમાં સપ્લાઈ કરવી એક મોટો પડકાર છે હાલ અમેરીકા અને ચીન પણ આ રસ્તે કામ કરી રહ્યું છે,તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ પ્રતિસ્પર્ધા છે,તો વળતા જવાબમાં કહેવામાં આવ્યું કે, આપણે આ પ્રયત્નને પ્રતિસ્પર્ધાના રુપમાં નહી જોતા એક સામૂહિક પ્રયત્નનામાં રુપમાં જોવું જેઈએ,અમે પોતાનો અનુભવ વિશ્વના બીજા દેશોમાં કોવિડ અંગે રિસર્ચ કરતા લોકો સાથે શેર પણ કરીએ છે,જેના કારણે સાથે મળીને આ પ્રયત્ન પર કામ કરી શકીએ।

પોલાર્ડને પૂછવામાં આવ્યું કે શું કોવિડ વેક્સિનથી લાંબા ગાળાની આડઅસર થઈ શકે છે, તમે આ વેક્સિન પર ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છો, તો વેક્સિનની ગુણવત્તા પર તેની કોઈ આડઅસર તો જોવા નહી મળે ને. તેના જવાબમાં પોલાર્ડે કહ્યું, “વેક્સિન બનાવવાનો કોઈ શોર્ટકટ રસ્તો નથી.” વેક્સિન તૈયાર કરતી વખતે સામાન્ય દિવસોની જેમ જ પ્રક્રિયા હેઠળ હાલ પણ સતત  ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે.આ પ્રયત્નો હેઠળ તેની ગુણવત્તા પર કોઈ અસર થવાનો કોઈ સવાલ ઉદ્ભવતો જ નથી,હાલ અમારા પાસે લાંબા ગાળાની માહિતી નથી ,પરંતુ હાલ તો આ વેક્સિનનો લાભ મળી શકે છે, આ પહેલા પણ અમે આ પ્રકારની રસીનો ઉપયોગ કરી ચૂક્યા છે. ”

કોરોના મહામારી કોરોના માટેની વેક્સિનની હવે ખુબ જ આવશક્તા જણાય છે,જો વેક્સિન સફળ રીતે કામ કરશે તો વિશ્વમાંથી કોરોનાનું સંકટ હટાવી શકાશે,નહી તો કોરોના જેવી મહામારીને જતા જતા અંદાજે 1 વર્ષ જેટલો કે તેથી વધુ સમય પણ લાગી શકે છે અને ત્યા સુધી વિશ્વમાં ધણા લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી બેસશે,જો કે ભારતમાં પણ કોરોના વેક્સિન પણ ઘણું કામ થઈ રહ્યું છે.

 

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code